વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરીને શરૂ કરતા હોય છે. પરંતુ કોરોના સંક્રમણમાં થતા વધારાને કારણે મંદિર સંચાલકો પણ હવે ચિંતામાં મુકાયા છે.મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે. મંદિરોમાં પણ ભારે ભીડ જાેવા મળતી હોય છે. આવતીકાલે એક દિવસ માટે અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. બીજા મંદિરમાં પણ ભીડ ઉમટી શકે તેવી શક્યતા છે. શ્રી અંબાજી નિકેતન મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ક્યા સમગ્ર શહેરમાંથી અને બહારથી પણ ભક્તો ખુબ મોટી સંખ્યામાં આવતા હોય છે. નવા વર્ષની શરૂઆત ને ધ્યાને રાખીને એક દિવસ માટે મંદિર બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ૨ જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. ભક્તોને ૈં૨ૈં એપ્લિકેશન પર ઓનલાઇન દર્શન કરવા માટેની વ્યવસ્થા થઈ છે. જેથી ભક્તો મંદિરમાં હાજર રહ્યા વગર માતાના દર્શન કરી શકે.સુરતમાં કોરોના સંક્રમણના કેસને ધ્યાનમાં રાખીને હવે ધીરે-ધીરે સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પણ વહીવટી તંત્ર સતર્ક છે. બીજી તરફ નવું વર્ષ શરૂ થતા મંદિરોમાં દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. સુરતના પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. આ વખતે કોરોનાની વિપરીત સ્થિતિ ફરી એકવાર જાેવા મળી રહી છે. ત્યારે મંદિર બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
સુરતના અંબિકા નિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

Recent Comments