સુરતના અઠવાગેટ પાસે રોડ પર મારૂતિવાનમાં આગ લાગી
સુરતમા અઠવાગેઠ મહાવીર હોસ્પિટલ પાસે રોડ પર જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. આ કારના ચાલક આઈ.પી. લાકડાવાલાએ જણાવ્યું હતું કે, હું રાંદેરથી મજુરાગેટ થઈને કાપડિયા હેલ્થ ક્લબ જઈ રહ્યો હતો. સરદારબ્રીજ ઉતરતા જ મહાવીર હોસ્પિટલ પાસે એક બાઈક ચાલકે બુમાબુમ કરીને કાર ઉભી રાખવા જણાવ્યું હતું. મેં કારમાંથી નીચે ઉતરતાં જ ધુમાડા સાથે આગ લાગેલી જાેઈ હતી.
ડિકી ખોલીને તાત્કાલિક ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. ત્યાર બાદ ફાયરને જાણ કરતાં ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યાં હતાં. તેમણે કારમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. કાર ચાલકને બચાવનાર વિદ્યાર્થી મીત પ્રજાપ્રતિએ જણાવ્યું કે, તે ગાંધી કોલેજમાં ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. બ્રિજ પરથી એક કાર ધુમાડા અને આગની જ્વાળા સાથે દોડતી જાેઈ ચોંકી ગયો હતો. સળગતી કારમાં ડ્રાઈવર કાકાને જાેઈ બુમાબુમ કરી હતી. પરંતુ કાકાને અમારી બુમ નહીં સંભળાતા એક બાઈક ચાલક સાંભળી ગયો અને તેમણે તાત્કાલિક કારની આગળ જઈ બાઈક ઉભું કરીને ડ્રાઈવર કાકાને ઘટનાથી માહિતગાર કર્યાં હતાં. આ સમયે અમે પણ ત્યાં પહોંચીને મદદમાં લાગી ગયાં હતાં. ડ્રાઈવર કાકાએ કહ્યું હતું કે, તેઓ પાલિકાના વર્કશોપના નિવૃત્ત કર્મચારી છે.
સુરતમાં રોડ પર દોડતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જાે કે જાગૃત વિદ્યાર્થીઓની મદદથી કાર ચાલકને આબાદ બચાવી લેવાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનો પણ તાત્કાલિક દોડી આવ્યા હતાં અને સળગતી કાર પણ પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. કાર ચાલકને બચાવનાર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, સિનિયર સિટીઝનોની સુરક્ષાની જવાબદારી આજની યુવા પેઢીની છે જેથી મેં મારી જવાબદારી નિભાવી છે.
Recent Comments