સુરતના અનવરનગર વસાહતને દૂર કરવાની પાલિકાએ કામગીરી હાથ ધરી
સુરતના રીંગ રોડને સાકાર કરવા માટે ૧૯૮૪-૮૫માં રિંગ રોડ અને સિવિલ ૪ રસ્તાથી પાંડેસરા-બમરોલી રોડના વિકાસ અર્થે સુરત મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત પરિવારને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થાના ભાગરૂપે રિંગ રોડથી સ્થળાંતર કરીને ટી.પી.૭ (આંજણા), ફા. પ્લોટ નં. ૧૧૭ પર ૧૦×૧૨નાં પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી. આ વસાહત ત્યારબાદ અનવર નગરના નામે ઓળખાતી હતી. ત્યાર બાદ હવે શહેરના વિકાસ થતાં આ ઝુંપડપટ્ટી વિકાસને અવરોધ રૂપ ગણીને ઝૂપડપટ્ટીને દૂર કરી રસ્તો બનાવવા માટે પાલિકાએ નોટિસ આપી હતી.
પાલિકાની નોટિસ બાદ સ્થાનિકો દ્વારા ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ પાલિકાએ ભૂતકાળમાં સ્લમ ફ્રી સિટી માટે ઝૂપડા દુર કરીને આવાસ આપવામા આવ્યા છે. તેવી જ રીતે આ અસરગ્રસ્તોને આવાસ આપવામા આવે તે પ્રકારની માગણી કરી હતી. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે તો અસરગ્રસ્ત અને પાલિકા વચ્ચે સંઘર્ષ થાય તેવી શક્યતા હતી. તેથી પાલિકા તંત્રને રજૂઆત કરનારા અસરગ્રસ્તોને વિવિધ આવાસ યોજના હેઠળ આવાસ આપવા માટે બાયંધરી આપી હતી. જેના પગલે અસરગ્રસ્તો ડિમોલીશનનો વિરોધ કરવાના બદલે સહયોગ આપવાની તૈયારી બતાવી હતી. ત્યાર બાદ આજે મહાનગરપાલિકા લિંબાયત ઝોન, ટાઉન પ્લાનિંગ વિભાગ અને સલાબતપુરા પોલીસ સ્ટાફની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડિમોલિશનની કામગીરીમાં અત્યાર સુધી કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. તેથી પાલિકા તંત્રને રાહત થઈ છે.સુરત કોર્પોરેશનના લિંબાયત ઝોનમાં અનવર નગર ઝૂંપડપટ્ટીને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. પરંતુ સ્થાનિક અસરગ્રસ્તોના વિરોધના કારણે આ કામગીરી શરૂ કરવામાં આવી નહોતી. જાે કે સુરત મહાનગરપાલિકા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાએ ભૂતકાળમાં વિકસાવેલી અનવર નગર ઝૂંપડપટ્ટીમાં હવે લાઈનદોરી મૂકવામાં આવી છે. આ લાઇન દોરીનો અમલ કરવા માટે લિંબાયત ઝોને લાઈન દોરીના અમલ માટે નોટિસ આપતા વિવાદ ઉભો થયો હતો. ડિમોલીશન પહેલાં અસરગ્રસ્તોએ ધરણા કર્યા હતા. વિરોધ જાેતાં ડિમોલિશનની કામગીરી અટકે તેમ હોવાથી પાલિકાએ અસરગ્રસ્તોને વિવિધ યોજના હેઠળ આવાસ આપવાની બાયંધરી આપી હતી. આ બાયંધરી બાદ આજે સવારથી અસરગ્રસ્તોના સહકારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Recent Comments