સુરતના અલથાણ વિસ્તારમાં બે યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યાંબંનેએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું

આજે સુરતના અલથાણ વિસ્તારમાં બે યુવતીના શંકાસ્પદ રીતે હાલતમાં ફાંસી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ઝાડી ઝાંખરામાંથી બંને યુવતીના લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. બંને યુવતીઓની ઉંમર ૨૦ થી ૨૨ વર્ષની હતી. બંનેના મોતમાં મોટો ખુલાસો થયો છે. બંનેએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે. બંને યુવતીઓના મોત બાદ તેમના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી. ત્યારે આ આપઘાત વિશે સુરત એસીપી ઝેડ.આર દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે, અલથાણ વિસ્તારની આ ઘટના છે.
બે યુવતીના શંકાસ્પદ રીતે હાલતમાં ફાંસી ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. રોશની વર્મા અને નીલમ વર્મા નામની યુવતીઓએ આપઘાત કર્યો હતો. બંને બંને પિતરાઈ બહેનો હોવાનું ખૂલ્યું છે. પ્રેમ પ્રકરણમાં બંને બહેનોએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, બંને બહેનો લવ મેરેજ કરવા માંગતી હતી અને યુવકો સાથે ભાગી જવાની ફિરાકમાં હતા. પરંતું પ્રેમીઓએ ભાગી જવાની ના પાડતા બંને બહેનો ભાંગી પડી હતી. બંનેએ અવાવરું જગ્યા પર ઝાડ સાથે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ઝાડી ઝાંખરામાંથી બંને યુવતીના લટકેલી હાલતમાં મૃતદેહો મળ્યા હતા. બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન હતા, જેમાં પ્રેમીઓને બીવડાવવા બ્લેડ મારી હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આપઘાત કરનાર યુવતીઓની ઉંમર ૨૦ થી ૨૨ વર્ષ છે.
બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ ખસેડવામાં આવ્યા છે. જાેકે, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. સુરતના વેસુ વિસ્તારમાં એક મોડેલની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. ૨૮ વર્ષની મોડેલ તાનિયા સિંહે ગળે ફાંસો ખાઈ લીધો છે. મોડેલની આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. તેીન મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ ખસેડવામાં આવ્યો છે, અને તેણે કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ શરૂ કરાઈ છે.
Recent Comments