ગુજરાત

સુરતના આપના મહિલા નગરસેવક પાયલ પટેલનું ટિ્‌વટર એકાઉન્ટ ડિલિટ કરાયું

સુરતના આમ આદમી પાર્ટીની મહિલા નગરસેવક અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા પાયલ પટેલનું ટિ્‌વટર એકાઉન્ટ ડીલીટ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના ઈલેક્શન પહેલાથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જાેડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલના એકાઉન્ટ ડિલિટ થવા અંગે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં.જેથી ભાજપની આઈટી સેલ દ્વારા મારા ટિ્‌વટર એકાઉન્ટને બ્લોક કરવા માટે રિપોર્ટ કરીને એકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે. જાે કે હું અન્ય માધ્યમોથી સવાલો ઉઠાવતી રહિશ.


છેલ્લા થોડા સમયથી નેતાઓના ટ્‌વીટ , ટિ્‌વટર એકાઉન્ટ ડિલિટ થવાનું અભિયાન શરૂ થયું છે. દેશના ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓ અને જે કાર્યકર્તાઓ ઉશ્કેરણીજનક ટિ્‌વટ કરે છે. તેમના ટિ્‌વટર એકાઉન્ટ ડિલિટ કરવામાં આવ્યા છે. તો ઘણાને કયા કારણસર એકાઉન્ટ ડિલિટ કર્યા છે તે અંગેની પણ માહિતી પ્રાપ્ત થતી નથી. સોશિયલ મીડિયા પર સક્રિય આપના મહિલા કાઉન્સિલર પાયલ પટેલનું ટિ્‌વટર એકાઉન્ટ ડિલિટ થતા પાયલ પટેલ આશ્ચર્યમાં મૂકાયા છે.

Related Posts