સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી બાયોડીઝલ ઝડપાયું છે, પોલીસે દરોડો પાડીને ૩૫૦૦ લીટર બાયોડીઝલ તથા ૩ ટેન્કર મળી કુલ ૫૪.૧૫ લાખનો મુદામાલ જપ્ત કરી ૩ લોકોની અટકાયત કરી છે. સુરત પોલીસ દ્વારા વધુ એક વખત બાયોડીઝલ ઝડપી પાડવામાં આવ્યું છે, પોલીસને માહિતી મળી હતી કે ઈચ્છાપોર વિસ્તારમાં અમુક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી તેનો વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, બાતમીના આધારે પોલીસે ઈચ્છાપોર રોડ ગાયત્રી એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં આવેલા શ્રી સાલાસર લોજિસ્ટિક એન્ડ શીપીંગ પ્રા.લી. ના સર્વિસ સેન્ટરના પાર્કિંગમાં રેડ કરવામાં આવી હતી. પોલીસે જગદીશભાઈ રામેશ્વર સાબુ, વિમલેશસિંગ નરેન્દ્ર બહાદુર સિંગ રાજપૂત અને ચંદ્રપ્રકાશ રાધેશ્યામ શુક્લાની અટકાયત કરી હતી તેમજ ૩.૧૫ લાખની કિમતનું ૩૫૦૦ લીટર બાયોડીઝલ ૫૧ લાખની કિંમતના ૩ ટેન્કર મળી કુલ ૫૪.૧૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના ઈચ્છાપોરમાંથી ૩૫૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયોપોલીસે ૩ ટેન્કર મળી કુલ ૫૪.૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો

Recent Comments