ગુજરાત

સુરતના ઉદ્યોગપતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે સવા લાખ રૂપિયાની ચાંદીની ગદા તૈયાર કરાવી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસમાં સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે હનુમાનજી ના ભક્ત એવા શાસ્ત્રીજીને સુરતના લોકો તરફથી ચાંદીની ગદા ભેટ આપવા માટે સુરતના ઉદ્યોગપતિ દ્વારા સુરતના જ્વેલર્સને ત્યાં ખાસ ગદા તૈયાર કરવામાં આવી છે. જેમાં આગામી ૨૬- ૨૭ ના દિવ્ય દરબાર માં પ્રદેશ અધ્યક્ષના હાથે આ ગદા અર્પણ કરવામાં આવશે. હનુમાન ભક્ત એવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોતાનો દિવ્ય દરબારનું આયોજન કર્યું છે ત્યારે ૨૬ અને ૨૭મી તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવવાના છે.ત્યારે હનુમાન ભક્ત એવા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પ્રથમ વખત આવી રહ્યા છે .તેને લઈ સુરતની યાદગીરી માટે સુરતના ઉદ્યોગપતિ સાંકેત ગ્રુપના માલિક એવા સાબરમલ બુધિયા દ્વારા શાસ્ત્રીજી માટે એક ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે. આ ગદા સુરતના જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ગદાનું વજન ૧૧૬૧ ગ્રામ છે. આ ગદાની અંદાજિત કિંમત સવા લાખ રૂપિયાની થાય છે. સુરત પ્રથમ વખત આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીને સુરતની યાદ ગીરી રૂપે સુરતના ઉદ્યોગપતિએ આ ગદા તૈયાર કરાવી છે. આ ગદા બનાવવા માટે પાંચ જેટલા કારીગરોએ ૧૫ દિવસમાં તૈયાર કરી છે .આખી ગદા ઉપર હસ્ત કળા ના નમુના પણ જાેવા મળે છે. ત્યારે આ ગદા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આગામી ૨૬, ૨૭ ના દિવ્ય દરબાર માં ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામાં આવશે ત્યારે આ ગદાને લઈને સુરતના જ્વેલર્સ અને ગદા મંગાવનાર ઉદ્યોગપતિમાં ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો. સુરત શહેરમાં કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેનો ઉત્સાહ અનોખો જાેવા મળતો હોય છે ત્યારે સુરતના લોકો દિલ થી ઉત્સાહ મનાવતા હોય છે ત્યારે ગુજરાતના ત્રણ શહેરોમાં દિવ્ય દરબાર નું આયોજન કરવામાં આવ્યું ત્યારે સુરત શહેરનું આયોજન અનોખું જાેવા મળશે.

Related Posts