fbpx
ગુજરાત

સુરતના ઉધના વિસ્તારમાંથી શ્રાવણિયો જુગાર રમતા ૨૧ ઝડપાયા

શ્રાવણ મહિનો પુરો થવાને હવે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે શ્રાવણિયો જુગાર રમનારા જાણે છેલ્લી ઘડીના દાવ પણ રમી લેવા માગે છે. સુરતના ઉધના વિસ્તારમાંથી શ્રાવણિયો જુગાર રમતા કુલ ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે અલગ અલગ જગ્યાએ દરોડો પાડી જુગાર રમી રહેલા ૨૧ જુગારીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કલ્યાણ કુટીરમાં ઘરની અગાસી પર કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા. માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી જુગાર રમતા ૧૭ લોકોને ઝડપી પાડ્યા હતા.

જુગારીઓ પાસેથી પોલીસે દાવ પરના રોકડા રૂપિયા, ૧૬ મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧.૭૧ લાખની મત્તા કબજે કરી હતી અને ઝડપાયેલા તમામ જુગારીઓ સામે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં ઉધના ભારત નગર મસ્તી પાણીની ગલીમાં જુગાર રમતા ૪ ઇસમોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા, ત્યાંથી પોલીસે ૨૧ હજારની મત્તા કબજે કરી હતી. આમ બે અલગ અલગ જગ્યાએ જુગાર રમતા ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts