ગુજરાત

સુરતના એમ્બ્રોઇડરીના કારીગરનો એટીએમ કાર્ડ બદલી રૂ. ૪૮૦૦ ઉપાડી લેવાયા

ક્રિષ્ણકુમારે એસબીઆઇના એટીએમમાંથી રોકડ નહીં ઉપડતા બાજુમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં ગયો હતો. પરંતુ ત્યાં પણ રોકડ નહીં ઉપડતા ઘરે ચાલ્યો ગયો હતો. ઘરે પહોંચ્યો ત્યારે ક્રિષ્ણકુમારના મોબાઇલ પર ૪૮૦૦ રૂપિયા વિડ્રોલ થયાનો મેસેજ આવ્યો હતો. જેથી ક્રિષ્ણકુમારે એટીએમ કાર્ડ ચેક કરતા તેનો કાર્ડ બદલાય ગયો હતો અને તેની પાસે ધર્મેન્દ્ર ધર્મરાજ નામની વ્યક્તિનો કાર્ડ હતો. જેથી આ અંગે ક્રિષ્ણકુમારે પાંડેસરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.પાંડેસરાના તેરેનામ રોડ સ્થિત રામેશ્વરનગરમાં રહેતો એમ્બ્રોઇડરી કારખાનાનો કારીગર ક્રિષ્ણકુમાર શોભનાથ પાલ (ઉ. વ. ૨૭ મૂળ રહે. કેવટલી, થાના. બલદરીયા, જિ. સુલતાનપુર, યુ.પી) ૩ સપ્ટેમ્બરે ઘર નજીક તેરેનામ રોડ પર એસબીઆઇ બેંકના એટીએમમાં રોકડ ઉપાડવા ગયો હતો. ખાતામાંથી ૫ હજાર ઉપાડયા બાદ વધુ ૧ હજાર ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોકડ ઉપાડી નહીં શકતા એટીએમ સેન્ટરમાં ઉભેલા મદદરૂપ થવાના બહાને ચાલાકી પૂર્વક એટીએમ કાર્ડ બદલી લીધો હતો.

Related Posts