ગુજરાત

સુરતના ઓલપાડના કન્યાસી ગામે કોમલ મૈસૂરિયા વિજેતા જાહેર

સુરતમાં ચોર્યાસી તાલુકામાં એસ.વી.પી.સ્કૂલ, લેક વ્યું ગાર્ડનની સામે, પીપલોદ, સુરત ખાતે, ઓલપાડ તાલુકામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, હાથીસા રોડ, ઓલપાડ ખાતે, કામરેજ તાલુકામાં આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખોલવડ ખાતે, પલસાણામાં ડી.બી.હાઇસ્કુલ, પલસાણા ખાતે, બારડોલી તાલુકામાં બી.એ.બી.એસ.હાઇસ્કુલ, બારડોલી, મહુવા તાલુકામાં ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાછલ, મહુવા ખાતે, માંડવી તાલુકામાં માંડવી એજ્યુકેશન ટ્રસ્ટ, પ્રાથમિક વિભાગ, માંડવી ખાતે, માંગરોળ તાલુકામાં એસ.પી.એમ. મદ્રેસા હાઇસ્કુલ, માંગરોળ ખાતે અને ઉમરપાડા તાલુકામાં સરકારી વિનયન કોલેજ, ઉમરપાડા ખાતે મતગણતરી શરૂ થઈ છે.

સુરત જિલ્લા પંચાયતની ૪૦૭ ગ્રામ પંચાયતની ૩૯૧ સરપંચ અને ૨૫૩૯ વોર્ડ સભ્યો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે શરૂ થઈ છે. સુરત જિલ્લાના ૯ તાલુકાના નવ મતગણતરી વિસ્તારના ૯૨ કેન્દ્રો પર ગણતરી માટેની વ્યવસ્થા કરાઈ છે. ૨૧૨ ટેબલ પર ગણતરી માટે કુલ ૧૮૦૮ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉમેદવારોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરની ગણતરી શરૂ કરાઈ છે.ચોર્યાસી તાલુકાના વેડછાના રૂખીબેન દેસાઈ ૨૦૭ મતથી વિજયી થયાં છે.ઓલપાડના કન્યાસી ગામે કોમલ મૈસૂરિયા વિજેતા જાહેર કરાયા છે.

Related Posts