સુરતના ઓલપાડમાં ખેતરમાં કામ કરતી વખતે મહિલાને સાપે અચાનક ડંખ માર્યો
સુરતના ઓલપાડમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. આ મહિલાને એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ખેતરમાં કામ કરતી વખતે મહિલાને સાપે અચાનક ડંખ મારી દીધો હતો. જે પછી તેનો પતિ પત્નીને બચાવવા માટે શુ કરવુ તે વિચારીને ગભરાઇ ગયો હતો. બાદમાં પતિ તેની પત્નીને કારમાં બેસાડીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઇ જાય છે. જાે કે વિચિત્ર વાત એ છે કે મહિલાનો પતિ મહિલા સાથે સાપને પણ હોસ્પિટલ લઇને પહોંચ્યો હતો. મહિલાનો પતિ સાપને લઇને હોસ્પિટલ કેમ પહોંચ્યો હતુ તેનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. જાે કે મહિલાને કરડનાર સાપ રસેલ વાઇપર હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાે કે મહિલાના પતિએ આક્ષેપ કર્યા છે કે એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરવા છતાં પણ કોઇ દરકાર લેવામાં આવી ન હતી. ઘણા સમય સુધી એમ્બ્યુલન્સ મદદ માટે આવી જ નહીં. હાલ મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે રસેલ વાઈપર સાપના શરીરમાં હોમોટોસિન નામનું ઝેર હોય છે. તે માણસને કરડવાથી લોહીની ગાંઠ થઇ જતી હોય છે, લોહી જાડુ થતું હોય છે. આ સાપ પીળા કલરનો અને તેના શરીર પર બ્લેક કલરની સાંકળ જેવી ચેન જાેવા મળતી હોય છે. આ ઘટનામાં સદનસીબે જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા.
Recent Comments