સુરતના કતારગામની ઉમિયા ડેરીમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ
સુરત કતારગામ વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરીમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાં રખાયેલા ૧૧૩ કિલો ઘી તેમજ ૧૩ કિલો માવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો. જ્યાં સુધી લેબોરેટરી રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ જથ્થામાથી ઘીનું કે માવાનું વેચાણ ન કરવા સુચના આપી છે. સીઝ કરેલા જથ્થો ઉપયોગમાં ન લેવાની સૂચના આપી છે. આરોગ્ય વિભાગે જે સેમ્પલ લીધા છે.
તેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્પોરેશનના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, કતારગામ વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરીમાં ભેળસેળ થતી હોય તેવી ફરિયાદ હતી. વિશેષ કરીને ત્યાં વેચાતા ઘી અને માવાની ગુણવત્તાને લઈને લોકોને શંકા હતી. આરોગ્ય વિભાગને તે બાબતે ફરિયાદ પણ મળી હતી. જેના આધારે આરોગ્ય વિભાગની અમારી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામા આવશે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જાે ભેળસેળ જણાઈ આવે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશેસુરત કતારગામ વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરી પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
ઉમિયા ડેરીના માલિક દ્વારા ભેળસેળ વાળું ઘી વેચવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો મળતાં મનપાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધી અને માવાના સેમ્પલ લેવાયા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાં વેચાતા પદાર્થોના સેમ્પલિંગ લેવાની શરૂઆત કરતા આસપાસની ડેરી સંચાલકો અને મીઠાઈની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.
Recent Comments