fbpx
ગુજરાત

સુરતના કતારગામમાં ભારે ટ્રાફિકજામ પરંતુ કોઈ ટ્રાફિક કર્મી નહીં…

સુરતમાં ટ્રાફિક સમસ્યા દિવસે વકરી રહે છે. એક તરફ ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યા છે પરંતુ બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત્‌ જાેવા મળી રહી છે. આ સમય દરમિયાન કતારગામ આશ્રમની આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે. તેવા સમયે ટ્રાફિક જવાન ચોકડી ઉપર કે સર્કલ ઉપર ઉભા ન હોય તો આ પ્રકારની સમસ્યા ઊભી થતી રહે છે. હું પોતે ટ્રાફિકમાં ફસાયો હતો. મારી કાર કાઢવા માટે હું પોતે જ ગાડીની બહાર નીકળીને ટ્રાફિક ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો.

કારખાનામાં જવા વાળાની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે.તેવા સમયે ટ્રાફિક સુનિયોજિત રીતે કરવું એ ટ્રાફિક વિભાગની ફરજ છે પરંતુ અહીં કોઈ જ ટ્રાફિક કર્મચારી આજે દેખાયો ન હતો. તેના કારણે અડધો પોણો કલાક સુધી લોકો ટ્રાફિકમાં ફસી રહ્યા હતા. ઘણી વખત તો આ પ્રકારના ટ્રાફિકમાં વાહન ચાલકો એકબીજા સાથે અંદર ઝઘડો કરતા હોય છે અને મારામારી પણ થઈ જતી હોય છે. સવારના સમયે ત્યાં સિટી બસ બંધ થઈ જવાના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હોવાનું મારા ધ્યાન પર આવ્યું હતું. ટ્રાફિકના જવાનો પણ ફરજ પર હાજર જ હતા.

તેમણે જ ટ્રાફિકને નિયંત્રણ કર્યું હતું.સુરતના કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં ડાયમંડ ફેક્ટરીના કારખાનાઓ આવેલા છે. તેમજ અન્ય ઉદ્યોગો પણ ખૂબ મોટા પ્રમાણમાં ધમધમે છે. લોકો કામકાજ અર્થે અને ખાસ કરીને હીરા ફેક્ટરી તરફ જવા માટે નીકળતા હોય છે. તેવા સમયે ભારે ટ્રાફિકજામથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કતારગામ આશ્રમ પાસે આખો રસ્તો બ્લોક થઈ ગયો છતાં પણ ટ્રાફિકનો એક પણ જવાન ફરક્યો નહીં.

Follow Me:

Related Posts