fbpx
ગુજરાત

સુરતના કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લાવાળાએ આપઘાત કર્યો

એક શખ્સે પત્નીના નગ્ન ફોટા વાયરલ કરી દેતા વેપારીએ આઘાતમાં પગલું ભર્યુંસુરતના કતારગામ વિસ્તારમાં એક પાનના ગલ્લાવાળાએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા પાનના ગલ્લાવાળાએ પોતે કયા કારણોસર આપઘાત કર્યું તે પણ જણાવ્યું છે. એક વ્યક્તિએ તેની પત્નીના નગ્ન ફોટો વાયરલ કરી દેતા આ પગલું ભર્યું હોવાનું તેણે વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. તેણે પોતાની દુકાનમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં દિલીપભાઈ (નામ બદલવામા આવ્યું છે) નામના શખ્સ પોતાનો પાનનો ગલ્લો ધરાવતા હતા. બુધવારના સાંજને સમયે તેમણે દિવસભર ગલ્લો ચાલુ રાખ્યો હતો.

અને બાદમાં દુકાન બંધ કરીને દુકાનમાં છતના લોખંડના હુક સાથે દોરી બાંધીને આપઘાત કર્યો હતો. આ બનાવથી ચોક બજાર વિસ્તારની પોલીસ દોડતી થઈ હતી. પોલીસ તપાસ કરતા દિલીપભાઈ પાસેથી એક વીડિયો મળી આવ્યો હતો. જેમાં તેમણે આપઘાતનું કારણ જણાવ્યું હતું. એક શખ્સે પત્નીના નગ્ન ફોટા વાયરલ કરી દેતા પાનના ગલ્લાવાળાએ આપઘાત કર્યો હોવાનો તેમણે વીડિયોમાં જણાવ્યુ હુતં. તેમજ વીડિયોમાં પોલીસ પાસે ન્યાયની માંગ કરી હતી. ચોક બજાર પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દિલીપભાઈને એક પરિચિતે તેમની પત્નીનો નગ્ન ફોટો બતાવ્યો હતો, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આપઘાત પહેલાના વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, મને જેણે મરવા મજબૂર કર્યો છે તે દેશી દારૂનો ધંધો કરે છે. તેણે મારી પત્નીને ભોળવી તેના ફોટા પાડી વાઈરલ કર્યા. મને એક બીજા વ્યક્તિએ આ ફોટો બતાવ્યો, જેના કારણે મને આઘાત લાગ્યો અને તેના કારણે હું આ પગલું ભરું છું. પોલીસ ખાતાને વિનંતી છે કે તેને સજા આપવામાં આવે, તેણે મારી જિંદગી બરબાદ કરી છે. હું અભણ છું, મને કોઈ લખતા વાંચતા આવડતું નથી, જેથી આ વીડિયો બનાવી આ પગલું ભરું છું, તમને જાે ભગવાન મનમાં વસે તો તમે મારું કાર્ય કરજાે. વધુમાં કહી રહ્યા છે કે, મારે એક દીકરો અને એક દીકરી છે. તેઓ નાદાન છે તેઓને કંઈ જ ખબર જ નથી, તેઓની સામે જાેઇને મને ન્યાય અપાવજાે.

Follow Me:

Related Posts