સુરતના કતાર ગામના યુવકે સુસાઈડનોટ લખીને ફાંસો ખાધો
મૂળ જામનગર જિલ્લાના નવાગામના વતની અને હાલ કતારગામ ગજેરા સર્કલ પાછળ ધનરાજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર અકબરી શણ માંજવાની દુકાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે પૈકી ૨૩ વર્ષીય પુત્ર દીપ સીએના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. દીપે પોતાના ઘરે પંખા સાથે શાલ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
દીપની એક મહિના પહેલાં જ સગાઇ થઇ હતી આત્મહત્યા કરતાં પહેલાં સુસાઇડનોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે મારા આ પગલા ભરવા પાછળ મારું મગજ અને વિચાર છે, આ પગલા માટે હું જવાબદાર છું, મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું અને મંગેતર માટે લખ્યું કે તું સારી રીતે જીવન જીવજે. હું હંમેશાં તારી સાથે જ છું.કતારગામમાં રહેતા સીએના વિદ્યાર્થીએ ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું,’ એવું સુસાઈડનોટમાં લખીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
Recent Comments