સુરતમાં એક મોટો અકસ્માત થતાં આખા શહેરમાં ટેના પ્રત્યાઘાતો પડ્યા હતા, કીમ ઓલપાડમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં વાનમાં સવાર ૯ વિદ્યાર્થીઓ પૈકી ૬ બાળકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે શાળાએ જતાં સમયે ઇકો કારનાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના બની હતી. કાર પલટી જવાનાં સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મુળદ પાટિયા (સ્ેઙ્મટ્ઠઙ્ઘ ઁટ્ઠંૈટ્ઠ) નજીક સ્કૂલ વાન પલટી જતા તેમાં સવાર ૯ વિદ્યાર્થીઓ પૈકી ૬ બાળકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે શાળાએ જતી વખતે આ ઘટના બની હતી.
આ અકસ્માત બાબતે મળતી માહિતી મુજબ, મુળદ પાટિયા નજીક જ્યારે સ્કૂલ વાન પહોંચી ત્યારે સામે ના તરફથી અન્ય સ્કૂલ બસ આવતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓથી ભરેલી કાર પલટી માહિતી હતી. કાર પલટી જવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગી થયું હતું અને વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી. ત્યારે કીમ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.
Recent Comments