fbpx
ગુજરાત

સુરતના કોફી શોપમાં દરોડા ‘કપલ બોક્સ’માંથી ૧૦ કપલની અટકાયત

શહેરમાં લાંબા સમયથી કોફી શોપનાં નામે પ્રેમી કપલને છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યાએ વેપલો ખીલ્યો છે. આજે શહેરના મોટા વરાછા ચાલતા કોફી શોપમાં કપલ બોક્સ પર પોલીસે દરોડા પાડ્યાં હતા. જેમાં ૧૦ કરતા વધુ કપલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સુરતમાં આવા કપલ બોક્સનો વેપલો ખીલ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં પણ જ્યારે હોટલ રેસ્ટોરામાં ટેક હોમ ડિલિવરી જેવી જ સુવિધાઓ શરૂ રાખવાની ગાઇડ લાઇન વચ્ચે પણ વરાછા એક મોલમાં આવેલા કપલ બોક્સમાં પોલીસ દ્વારા દરોડા પાડ્યાં હતા. કોરોના સંક્રમણ વચ્ચે પણ આ બોક્સ ધમધમી રહ્યા હતા.


અહીં કોફી શોપમાં કપલ બોક્સ એક્ટિવ હતું. ૧૩ વર્ષથી લઇને ૧૮ વર્ષની ઉંમરના છોકરા-છોકરીઓ એકત્ર થાય છે. આ વિસ્તારમાં પોલીસે દરોડા ભાગતા રસ્તા પર લોકોનાં ટોળેને ટોળા એક્ઠા થયા હતા. સુરતમાં અહીં ફક્ત એજ જ જગ્યાએ આવા કપલ બોક્સ ચાલું છે તેવું નથી અનેક સ્થળે હોટલથી માંડીને આવા કપલ બોક્સ ચાલી રહ્યા છે.

અમરોલી પોલીસે મોટા વરાછા ખાતે પાડેલા દરોડામાં ૭ જેટલી કિશોરીઓને અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય યુવકોની અટકાયત કરવામાં આવી છે. કપલ બોક્સ અંગે પોલીસને ફરિયાદ મળી હોવાનું પોલીસ સુત્રો દ્વારા માહિતીમળી રહી છે.

Follow Me:

Related Posts