સુરતના ગોપીપુરામાં બંધ મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયીઃ કોઇ જાનહાનિ નહિ
ગોપીપુરામાં વહેલી સવારે એક બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા ભયના માહોલ વચ્ચે પાડોશીઓ ઘર બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લગભગ ૭૦-૧૦૦ વર્ષ જુના મકાનમાં ૩૦ દિવસમાં કાટમાળ પડી જવાની બીજી ઘટના બની હોવાનું પાડોશીઓએ જણાવ્યું છે. વારંવાર બનતી ઘટનાઓને લઈ મકાન ઉતારી પાડવા પાલિકામાં અરજી પણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
ધવલ જરીવાલા (પાડોશી) એ જણાવ્યું હતું કે, આજે સવારે લગભગ ૬ઃ૨૬ મિનિટે પાડોશીના બંધ મકાનની ગેલેરીનો ભાગ જાેરદાર ધડાકા સાથે તૂટી પડતા ધ્રુજારી આવી ગઈ હતી. ડરના મારે આખું પરિવાર ઘર બહાર દોડી આવ્યું હતું. ત્યારબાદ ફાયરને જાણ કરી હતી. ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોએ વર્ષો જુના લાકડાના મકાનની હાલત જાેઈ સ્થળ રિપોર્ટ તૈયાર કરી જવાબદાર અધિકારીને આપવા બાંહેધરી આપી હતી. એટલું જ નહીં એક પાડોશી તરીકે તેમના મકાનની સુરક્ષાના ભાગરૂપે તેમણે પાલિકામાં મકાન ઉતારી પાડવાની અરજી પણ કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ મકાનના માલિક એક નહીં ત્રણ જણા બાલ કૃષ્ણ મોહનલાલ, બીપીનચંદ્ર પ્રાણલાલ અને રાજેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેઓ બે વર્ષ પહેલા જ મકાન ખાલી કરી બીજે રહેવા જતા રહ્યા છે. એક મહિના પહેલા પણ આ ગ્રાઉન્ડ પલ્સ ત્રણ માળના મકાનના પ્રથમ માળની સીલિંગ તૂટી પડતા ભાગદોડ મચી હતી.
Recent Comments