સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા બાદ પ્રતિક્રીયા: “અમારી સરકાર જે વચન આપે છે તે પુર્ણ કરે છે” – ગૃહમંત્રી હર્ષ સંઘવી.

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટે સજા-એ-ફાંસીનું એલાન કર્યું છે. અગાઉ કોર્ટે ફેનીલને દોષિત ઠેરવ્યો હતો. તથા ફરિયાદી પક્ષ દ્વારા આરોપીની ફાંસીની માગ કરવામાં આવી હતી. સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ટ્વીટ કર્યુ હતુ.
આ મામલે મિડીયા સાથે વાત કરતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે ગ્રીષ્માના પરિવારને આપેલુ વચન આજે પૂર્ણ થયુ છે. ગ્રીષ્માના હત્યારાને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકાર જે કહે છે અને જે વચન આપે છે તે પૂર્ણ કરે છે. દેશભરમાં માતા,બહેનો દીકરીઓ આ તમામ માટે ગુજરાત સુરક્ષિત ઓળખાય છે અને ભવિષ્યમાં સુરક્ષિત રહે એ અમારો નિર્ધાર છે.. વધુમાં જણાવ્યું હતુ કે જે દિવસે ગ્રીષ્માની હત્યા થઇ ત્યારે જ મેં વચન આપ્યુ હતુ કે હુ ગણતરીના દિવસોમાં જ ગ્રીષ્માના હત્યારાને સજા અપાવીશ અને સજા અપાવી મારા તમામ કાર્યક્રમો મોકુફ રાખીને મળવા આવીશ. ત્યારે આજે કોર્ટ દ્વારા સજા સંભળાવતા આવતી કાલે મારા તમામ કાર્યક્રમો રદ્દ કરીને ગ્રીષ્માના માતા-પિતાને મળવા જઇશ.
માત્ર 70 દિવસમાં જ અપરાધીને સજા મળી તે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દેશમાં કદાચ ગુજરાત પ્રથમ રાજ્ય હશે અનેક કેસોમાં ગણતરીના દિવસોમાં સજા અપાવે છે. નાગરિકોને વધુ સુરક્ષિત કરવા એ જ રાજ્ય સરકારનો પ્રયાસો છે. ગ્રીષ્મા હત્યારા કેસમાં આટલા ઓછા દિવસમાં સજા ફટકારીએ એ જ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે આવેલા ચૂકાદાનો ભય કોઇ પણ ગુન્હો કરનારના મનમાં રહી જશે. ગ્રીષ્માને આજે ન્યાય મળ્યો છે અને સરકારે જે વચન આપ્યા તે પૂરા કર્યા છે.
વધુમાં જણાવ્યુ હતુ કે જો હાઇકોર્ટમાં પણ કેસ જશે તો ઝડપથી કેમ નિર્ણય આવે તે બાબતની ખાસ ધ્યાન રાખવામાં આવશે. આવતી કાલે સવારના મારા તમામ કાર્યક્રમો રદ્દ કરી ગ્રીષ્માના માતા પિતાને મળવા જઇશ. તેવુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.
Recent Comments