fbpx
ગુજરાત

સુરતના ચાહક પાસે મહાનાયક અમિતાભ બચ્ચનના ૭ હજાર ફોટોનું કલેક્શન

માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા ૩૯ વર્ષીય દિવ્યેશ કુમાવત અમિતાભ બચ્ચનના જબરદસ્ત ચાહક છે. આયુર્વેદિક દવાના વ્યવસાય સાથે જાેડાયેલા દિવ્યેશ કુમાવતે ૧૯૯૯ની સાલથી અમિતાભ બચ્ચનના ફોટોનું સંગ્રહ કરવાનું શરૂ કર્યુ હતું. ૧૯૯૯ના વર્ષમાં પ્રથમ ફોટો લીધા બાદ તેમને ફોટાનો સંગ્રહ કરવાનો શોખ જાગ્યો હતો. ત્યાર બાદ તેઓએ હમણાં સુધીમાં વિવિધ અખબાર, મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા ૭ હજાર ફોટોનો સંગ્રહ કર્યો છે. તે સાથે જ ડીવીડીના કલેક્શન, અમિતાભનો પાસપોર્ટ સાઇઝ ફોટો, પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો, જૂના પુસ્તકોમાં છપાયેલા ફોટોનો પણ સંગ્રહ કર્યો છે. તેઓ અમિતાભના ચાહક હોવાની સાથે જ હમણાં સુધીમાં ૯ વખત રૂબરૂ મુલાકાત પણ કરી ચૂક્યા છે. તેમજ દર વર્ષે અમિતાભ બચ્ચનના જન્મદિવસે ૧૧ વૃક્ષો રોપીને ઉજવણી કરે છે. દિવ્યેશ કુમાવતે જણાવ્યું હતું કે, ૧૯૯૯માં અખબારમાં છપાયેલો ફોટો મારી પાસે કટિંગ કરીને રાખ્યો હતો. ત્યાબાદ અખબાર, મેગેઝિન સાથે જ પોસ્ટકાર્ડ આવતા હતા એનો પણ સંગ્રહ કર્યો છે. હજુ તેમના ૧૧ હજાર ફોટોનો સંગ્રહ કરવાનો લક્ષ્યાંક છે. ૧૧ વૃક્ષો રોપીને તેમના જન્મદિવસની ઉજવણી કરીશ. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સદીના મહાનાયક ગણાતા અને કરોડો ચાહકોના માનીતા એવા અમિતાભ બચ્ચનનો આજે સોમવારે જન્મદિવસ હોવાની સાથે જ ચાહક વર્તુળમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ચાહકો વોટ્‌સએપ સ્ટેટસ અને મેસેજમાં અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરશે. જાેકે, સુરતના એક ચાહકે તો પોતાના માનીતા અભિનેતા માટે ૭ હજાર ફોટોનું કલેક્શન સાથે ઉજવણી કરવાનું મુનાસિબ માન્યું છે. સુરતના દિવ્યેશ કુમાવત પાસે અમિતાભ બચ્ચનના અખબાર, મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા ૭ હજાર ફોટોનો સંગ્રહ છે અને તેઓ આ કલેક્શન છેલ્લા ૨૨ વર્ષથી કરી રહ્યા છે.

Follow Me:

Related Posts