ગુજરાત

સુરતના જ્વેલર્સને ત્યાં ડીઆરઆઈ ટીમે દરોડા પાડ્યા

સુરતના લંબે હનુમાન રોડના એક જ્વેલર્સ અને મહિધરપુરાના એક બુલિયનને ત્યાં ડીઆરઆઇ એ દરોડા પાડી ૧૦ કરોડનું ૧૮ કિલો સોનુ અને ૧૬૫ નંગ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. આ સાથે જ ડીઆરઆઇએ ૪ની અટકાયત પણ કરી છે. સ્મગલિંગનો માલ લઇને આવનાર વ્યકિત દુકાનમાં પ્રવેશ્યો કે તરત જ તેની ધરપકડ કરી હતી. ડીઆરઆઇના અધિકારીઓ ગ્રાહક બનીને શો-રૂમમાં બેઠા હતા. ડીઆરઆઇને શંકા છે કે આ માલ એરપોર્ટ મારફત પ્રવેશ્યો છે.

સેઝની શંકા અધિકારીઓને નથી.રૂા.૧૦૦ કરોડથી વધુનું સોનુ સુરતમાં પ્રવેશ્યુ હોવાની શંકા ડીઆરઆઇને છે. ડ્ઢઇૈંએ સમગ્ર કાંડ પર ‘પ્રકાશ’ પાડયો છે, હવે મોટા ધડાકાની શકયતા છે. જ્વેલર્સ દ્વારા અગાઉ પણ સ્મગલિંગનો માલ મંગાવ્યાની શક્યતા છે. આ માલ બુલિયન જ્વેલર્સને આપતા અને જવેલર્સ સીધા ગ્રાહકોને પધરાવી દેતા હતા. ૭.૫૦ ટકા ડયૂટી બચાવવા સ્મગલિંગનો ખેલ ચાલી રહ્યો છે. જપ્ત કરાયેલાં સોનામાં અઢી કિલો સોનું મહિધરપુરાના બુલિયનનું છે જ્યારે બાકીનું સોનુ લંબે હનુમાન રોડ પરના જ્વેલર્સનું છે. ડ્ઢઇૈંએ હવે એરપોર્ટ પર વોચ રાખી છે.

Related Posts