પાંડેસરા હાઉસિંગ બોર્ડ પિયુષ પોઇન્ટ, નોવા કોમ્પલેકસમાં ડી-૨૦૨માં આપ્સા એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડી કરોડોની ઇનપુટ ટેકસ ક્રેડિટ ઉસેટી લઇ અન્ય પેઢીઓમાં ટ્રાન્સફર કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ડીજીજીઆઈના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આપ્સા એન્ટરપ્રાઇઝમાં ડીજીજીઆઈ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ૩૪ બોગસ પેઢીના દસ્તાવેજાે મળ્યા હતા. આ કંપનીઓનું સંચાલન કરનાર પારસમલ બાલચંદ આંચલિયાએ બોગસ ઇન્વોઇસ ઊભા કરી ૯.૧૦ કરોડની આઇટીસી ઉસેટી લીધી હતી અને એ રીતે સરકારની તિજાેરીને નુકસાન પહોંચાડ્યું હતું.
આંચલિયા દ્વારા ૯.૧૦ કરોડની ઇન્પુટ ટેકસ ક્રેડિટ બીજી કંપનીઓમાં પાસઓન કરી હતી. પુરતા પુરાવા મળ્યા પછી તપાસને અંતે ડીજીજીઆઇએ આરોપી પારસમલ આંચલિયાની ધરપકડ કરી સુરતના ચીફ જયુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આંચલિયાને જેલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. ડીજીજીઆઇની તપાસ દરમિયાન આરોપી આંચલિયાએ કબૂલાત કરી હતી કે, ૯.૧૦ કરોડ પૈકી કેટલીક આઇટીસી અન્ય પેઢીના સંચાલકો એસ.કે. જૈન, આમીર હાલાણીને પણ પાસ ઓન કરી હતી. પારસમલ આંચલિયાએ અન્ય લોકોને આઈટીસી પાસઓન કરી હતી.
ડીજીજીઆઇ દ્વારા ખોટી રીતે પાસઓન થતી આઇટીસી મેળવનારા લાભાર્થીઓને પણ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આંચલિયાની પેઢીઓમાં ડીજીજીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પરંતુ સાથે સાથે પાંડેસરાના મહાપ્રુભનગર-૨માં આવેલી પેઢીઓમાં પણ તપાસ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ તપાસમાં પણ ટૂંક સમયમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે. ટૂંક સમયમાં અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.સુરતના જીએસટીની ડીજીજીઆઈ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ) વિંગ દ્વારા પાંડેસરા હાઉસિંગ બોર્ડના નોવા કોમ્પલેક્ષમાં ચાલતી આપ્સા એન્ટરપ્રાઈઝમાં દરોડા પાડી પારસમલ આંચલિયાની ધરપકડ કરી હતી. પારસમલ આંચલિયાએ ૩૪ બોગસ કંપની બનાવી ૯.૧૦ કરોડની આઈટીસી (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) ઉસેટી હતી.
Recent Comments