સુરતના પાંડેસરાના એક ગોડાઉનમાં મળસ્કે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગને પગલે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે ઘટનાની જાણ બાફ ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવતા આગ પર કાબુ મેળવામાં સફળ થયા હતા. બીજી તરફ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના બિલ્ડિંગમાં ફાયર સેફટીના કોઈ જ સાધનો ન હોવાના કારણે નોટિસ ફટકારવામાં આવશે.
આગને પગલે ગોડાઉનમાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકનો સામાન જેવા કે, પેપર ડીશ સહિતની વસ્તુઓ બળીને ખાસ થઈ હતી સાથે જ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તે રીતે વાયરીંગ પણ સળગી ગયું હતુ.એટલું જ નહીં પણ બિલ્ડીંગ ને પણ નુકશાન થયું હતું. કોલ લગભગ મળસ્કે ૩ઃ૦૧ મિનિટ નો હતો. ઓમ સાઈ કોમ્પ્લેશના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરની ટિમોને સ્થળ પર રવાના કરી દેવાઈ હતી.
ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન હોવાને કારણે આગ ઉગ્ર બની હતી. જાેકે એક કલાકમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગમાં આખું ગોડાઉન બળી ને ખાખ થઈ ગયું હતું. ગોડાઉન ગણેશ ટ્રેડર્સનું હોવાનું જાણવા મળ્યું હતું.
Recent Comments