ગુજરાત

સુરતના પાંડેસરામાં મિત્રની હત્યા કરનાર ૨૪ વર્ષ બાદ કડોદરાથી ઝડપાયો

સુરતના પાંડેસરામાં ૨૪ વર્ષ અગાઉ થયેલી હત્યાના કેસમાં નાસતા ફરતા યુવકને પોલીસે કડોદરા વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. કૈલાસ ઉર્ફે કાલિયો નામનો યુવક વર્ષ ૧૯૯૯માં પાંડેસરાની રાધિકા ડાઇંગમાં કામ કરતો હતો. એ સમયે તેને તેના મિત્ર રાજુ બલરામ ગુપ્તા સાથે નજીવી બાબતે ઝગડો થયો હતો અને હત્યા કરી ફરાર થઇ ગયો હતો. આરોપી કૈલાસ ઉર્ફે કાલિયો નામનો યુવક વર્ષ ૧૯૯૯માં પાંડેસરાની રાધિકા ડાઇંગમાં કામ કરતો હતો. એ સમયે તેને તેના મિત્ર રાજુ બલરામ ગુપ્તા સાથે નજીવી બાબતે ઝગડો થયો હતો.

જેની અદાવત રાખી ૧૫મી મે, ૧૯૯૯ના રોજ કૈલાસ કેવટ હથિયાર લઇ રાજુ ગુપ્તાને મારવા દોડ્યો હતો. એ સમયે સાથે રહેલા બિપીન મિશ્રાએ કૈલાશને રોકી હુમલો ન કરવા સમજાવવા લાગ્યો હતો. જાે કે, ગુસ્સામાં લાલચોળ કૈલાસે બિપીનના માથામાં જ ફટકા મારી દેતા તેના રામ રમી ગયા હતા. પોલીસે કૈલાશપ્રસાદ ઉર્ફે કાલીયો રામનિહોર કેવટ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જાે કે તે પાંડેસરાના શાંતાનગર સ્થિત ઘર છોડી ફરાર થઈ ગયો હતો. વતન મધ્યપ્રદેશના રીવા જિલ્લાના દુલહારા ગામે વખતો વખત તપાસ કરવા છતાં તે મળી આવ્યો ન હતો.

આ કૈલાસને ઝડપી પાડવા માટે પોલીસે ફરી પ્રયત્નો હાથ ધર્યા હતા. જાણવા મળ્યું કે “કૈલાશપ્રસાદ સમનિહોર કેવટ છેલ્લા એકાદ મહિનાથી પરત પોતાના વતનગામે તે આવી માછીમારી કરી રહ્યા છે. આ માહિતીના આધારે એક ટીમ ત્યાં પહોંચી હતી. જાે કે તે મળ્યો ન હતો.આ ટીમે કરેલી તપાસમાં એવી જાણવા મળ્યું કે કૈલાસ સુરત કડોદરા ખાતે કામ અર્થે ગયો છે. આ સાથે જ તેનો મોબાઇલ નંબર પણ મેળવાયો હતો. મોબાઇલ નંબરના આધારે તપાસ કરી કૈલાશને કલ્પતરુ કોમ્પલેક્ષ, નીલમ હોટલની બાજુમાં કડોદરાથી ઝડપી લેવાયો હતો.

કાલીયા કેવટે પોલીસને જણાવ્યું કે, હુમલા બાદ તે વતન ગયો અને એક અઠવાડીયુ રોકાયો હતો. જાેકે અવાર નવાર ત્યાં પોલીસ શોધખોળમાં આવતી હોવાથી તે વતન છોડી ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જતો રહ્યો હતો.અહીં તેણે ત્રણેક વર્ષ રહી રીક્ષા ચલાવી હતી. ત્યારબાદ ૨૦૦૫માં કડોદરા આવી રહેવા આવી ગયો હતો. અહીં તે ઝોલવા, તાતીથૈયા પાસે આવેલ ભુમી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલમાં નોકરી કરતો હતો. છેલ્લા છ મહિનાથી કાલિયાએ પેસેન્જર ઓટો રીક્ષા લીધી અને કડોદરા અને કામરેજ સુધી ફેરા મારવા માંડ્યો હતો.

Related Posts