fbpx
ગુજરાત

સુરતના પાંડેસરામાં રત્ન કલાકારની ૧૨ વર્ષની દીકરીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

સુરત શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી છે. પાંડેસરામાં રત્ન કલાકારની ૧૨ વર્ષની દીકરી રહીતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. કર્મયોગી સોસાયટી નંબર-૨માં રહેતી કિશોરીએ રૂમની અંદર દુપટ્ટો અને રૂમાલ વડે ગળેફાંસો ખાંધો હતો. મૃતક કિશોરી ધોરણ-૭માં અભ્યાસ કરતી હતી. જાે કે આપઘાતનું કારણ અકબંધ છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાય.મૃતકના પિતા રત્ન કલાકારનું અને માતા શૂટ કટિંગનું કામ કરતી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સના તબીબે ઘટનાસ્થળે પહોંચી કિશોરીને મૃત જાહેર કરી હતી.

કિશોરીએ કેમ આપઘાત કર્યો તેની પોલીસે તપાસ હાથ ધરી છે. ગઇકાલે સુરતના રાંદેર વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાએ તેના બે બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. મહિલાએ બાળકો સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેરમાં ૩૫ વર્ષીય રિટા ચોરસિયા નામની મહિલા તેની ૧૧ વર્ષીય દીકરી અને ૫ વર્ષીય દીકરા સાથે રહેતી હતી.જાે કે તેણે પોતાના બે બાળકો સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. સામૂહિક આપઘાત પાછળનું ઘરકંકાસ કારણ હોવાનું અનુમાન છે.

Follow Me:

Related Posts