સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી દસ વર્ષે બાળકીનું કોઈ અજાણા ઈસમ અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસને જાણ કરાઈ હતી. પાંડેસરા પોલીસ સહિત પરિવારના લોકો બાળકીની શોધખોળમાં લાગી ગયા હતા. ત્યારે આખરે બાળકી સિવિલ હોસ્પિટલ કડીવાળા રસ્તા પાસે મળી આવી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને લઈને પાંડેસરા પોલીસ સહિત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આખી રાત્રી સુધી સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ૫ પીઆઇ,૧૦ પીએસઆઈ, ડીસીપી દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
૮૦ જેટલા ક્રાઈમ બ્રાન્ચના માણસોએ રાત્રે ૧૦ કલાકથી સવારે ૭ વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી. દરેક ઘરોમાં પહેલાં કોણ રહેતું હતું. અને કોણખાલી કરીને ગયું તેની તપાસ કરવામાં આવી હતી. સ્થાનિક વિસ્તારની ઇડન્સ્ટ્રીઝના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ મકાનોની દલાલી કરતા લોકોની પણ પુછપરછ કરવામાં આવી હતી. આરોપી પહેલા બાળકીના ઘર નજીક રહેતો હોવાનું સામે આવ્યું હતું.આખરે પોલીસે એ ટેકનિકલ વર્ક આઉટ અને હ્યુમન સ્ત્રોતના આધારે પોલીસે ૩૭ વર્ષીય નરાધમ જયસિંહ પ્રજાપતિને કડોદરા ખાતેથી પકડી પાડ્યો હતો. સુરતના વરેલી ખાતે રહેતો આરોપી જયસિંહ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશનું વતની છે. કડોદરા ખાતે આવેલ એક કંપનીમાં વેલ્ડીંગ તરીકે કામ કરે છે.આરોપી પાંડેસારામાં રહેતો તેનો મિત્રને મળવા ગયો હતો.જ્યારે મિત્ર ઘેરે નહીં મળતા પરત ફરી રહ્યો હતો.
દરમિયાન ઘર પાસે રમી રહેલી ૧૦ વર્ષે બાળકી પર નરાધમની નજર પડી હતી. બાળકીને એકલી જાેઈ પાસે ગયો હતો. બાળકને નવા ચપ્પલ આપવાની લાલચ આપી ઘરેથી કૈલાશ નગર ચોકડી સુધી ચાલતો ચાલતો લઈ ગયો હતો ત્યારબાદ નરાધમ આરોપી બાળકીને પેસેન્જર રિક્ષામાં બેસાડી પોતાના વરેલી ખાતે ઘરે લઈ ગયો હતો. જ્યાં આખી રાત બાળકને રાખી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને ૬૦૦ રૂપિયા આપી પેસેન્જર રિક્ષામાં બેસાડીને સુરત મોકલી આપી હતી. હાલ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નરાધમ આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે વાલીઓએ પોતાના ઘર નજીકમાં ફરતા નરાધમ ઈસમોનો શિકાર ન બને તનું ધ્યાન રાખવું જરૂરી છે.
Recent Comments