સુરત ના પુણા વિસ્તાર માં વિશ્વહિન્દુ પરિષદ ના બે કાર્યકર્તા પર હુમલો કરનાર પાંચ ઈસમો ની પુણા પોલીસે ધરપકડ કરી હતી..પુણા ની શ્યામ સંગીની માર્કેટ પાસે સમાધાન માં બહાને બોલાવી ટોળા દ્વારા હુમલો કરાયો હતો જેમા એક ની હાલત હજુ પણ ગંભીર છે…સુરત ના પુણા વિસ્તાર માં આવેલ શ્યામ સંગીની માર્કેટ પાસે બે દિવસ પહેલા રાત્રી ના સમયે કાકા ભત્રીજા ને સમાધાન ના બહાને બોલાવી ઢોર માર માર્યો હતો..વિશ્વહિન્દુ પરિષદ ના કાર્યકર છે અને તને નેતા બનવા નો બોવ શોખ છે તેવું કહી ઢોર માર માર્યા હતા .જેમાં બે પૈકી એક ની હાલત હજુ પણ ગંભીર છે અને હોસ્પિટલ માં એડમિટ છે….વિશ્વહિન્દુ પરિષદ ના કાર્યકરો ને માર મારતા વિશ્વહિન્દુ પરિષદ એક્શન માં આવી છે અને સુરત પોલીસ કમિશનર ને આવેદન પાઠવી પડદા પાછળ ના હુમલા ખોરો ને.પકડવા માંગ કરી હતી.. જે મામલે પુણા પોલીસે.પાંચ ઈસમ ની ધરપકડ કરી હત્યા ની કોશિશ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના પુણામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા પર હુમલો કરનાર ઝડપાયા


















Recent Comments