ગુજરાત

સુરતના બારડોલીમાં રખડતાં ઢોરે પગપાળા જતાં ૨ લોકોને અડફેટે લેતાં ૫૨ વર્ષીય વ્યક્તિ નું મોત

સુરતના બારડોલીમાં ફરી એક વખત રખડતાં ઢોરનો ત્રાસના કારણે નિર્દોષ વ્યક્તિ નું મોત થી છે. બરડોળિયાં આવેલ નવદુર્ગા સોસાયટીમાં પગપાળા જતાં ૨ લોકોને ઢોરે અડફેટે લેતાં ૫૨ વર્ષીય રાજુ ઉર્ફે ફાસ્ટર રાઠોડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. મૃતકના પિતા જેનિષ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

કુંભારવાડામાં ૫૨ વર્ષીય રાજુ ઉર્ફે ફાસ્ટર રાઠોડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે સાથે મૃતકના પિતા જેનિષ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતાં સત્યાગ્રહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે.મૃતદેહનો કબ્જાે લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રખડતાં ઢોરોને લઈ વહીવટીતંત્ર નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. પાલિકા તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી હોય તેવું જાેવા મળ્યું નથી. ત્યારે એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાતાં પરિવારમાં રોષ ફેલાયો છે.

Related Posts