ગુજરાત

સુરતના ભાઠેનામાં ગંદકી ન કરવા બે જુથો વચ્ચે મારામારી

સુરતના ભાઠેનામાં પંચશીલ નગરમાં રહેતો મહેફુઝ આલમ મોહમદ ફારૂખ અંસારી ઘર પાસે જ સાઈકલ અને ઇલેક્ટ્રીક રીપેરિંગની દુકાન ધરાવે છે. મહેફુઝ તેની સાથેના ઓળખીતા સાથે બેસેલો હતો ત્યારે આરોપી શિવરાજસિંહ ઝાલા, હાસીમ શેખ, શક્તિસિંહ ઝાલા, રામ ઝાલા આવ્યા હતા. શિવરાજસિંહ પાસે તલવાર હતી. હાસીમ પાસેે લાકડાના ફટકો હતો.

તેઓએ હુમલો કરતા મહેફુઝને ઇજા થઈ હતી. તેના મિત્ર રેહાનને પણ ઇજા થઈ હતી. મહેફુઝે બચાવ માટે શિવરાજસિંહને ગેલનો બાટલો અને સાઈકલ પણ મારી હતી. તેથી મહેફુઝે ચારેય વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સામે હાલીમે પણ આરોપી મહેફુઝ, જમસેદ અલી, જામીલ બીરયાની, ફૈજાન અંસારી, રેહાન અંસારી, જાવેદ, મોહમદ કાસીમ, મોહમદ સાકિર, કાસિમ રાસીદ અંસારી, નરેશ સિરે, અજેદાર શાહ, વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેના ફરિયાદ મુજબ તે પોતે ફ્રુટની લારી ચલાવે છે.

તેના ઘરની આગળ ડેનીશ બેકરીવાળો ગંદકી કરે છે તેથી બેકરીના માલિક જમશેદ અલીને ગંદકી નહી કરવા બાબતે કહ્યું હતું. તે મુદ્દે ઝઘડો થયો હતો. ત્યારે જમશેદ અલી સાથેનાઓએ હાસીમ અને તેની સાથેનાઓને માર માર્યો હતો.ઉધના-ભાઠેના રોડ પર પંચશીલ નગર પાલે બે જુથો સામસામે લડાયા હતા. એક જુથે તલવાર અને ફટકાથી હુમલો કર્યો હતો. દુકાનમાં તોડફોડ પણ કરી હતી. આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ દાખલ કરી છે.

Related Posts