fbpx
ગુજરાત

સુરતના મહિધરપુરા હીરા બજારમાં કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી મળશે

સુરત શહેરના મહિધરપુરા હીરા બજારમાં આજે સવારથી જ બે સ્થળોએ ચેકિંગ ટીમ ઉભી રહી ગઈ છે અને આવતા તમામ લોકોના રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યાં છે. કોરાના પોઝિટિવ રિપોર્ટ હોય તેવાઓને બજારમાં પ્રવેશ આપવામાં આવતો નથી. બજાર શરૂ થાય તે પહેલાં તમામ એન્ટ્રીઓને બંધ કરી દેવામાં આવી છે. બે જગ્યા પરથી જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.

હીરાબજારમાં દલાલીનું કામકાજ કરતા અને મહિધરપુરામાં જ રહેતાં એક વ્યવસાયીએ જણાવ્યું કે ધીરે ધીરે બજારમાં વેપારીઓ, દલાલો અને એસોર્ટર્સ આવી તો રહ્યાં છે. તેમનું કડક ચેકિંગ પાટીદાર ભવન અને કંસારા શેરી નજીકના પોઈન્ટ ઉપર કરવામાં આવી રહ્યું છે. રેપિડ ટેસ્ટ કે કોરોનાના અન્ય રિપોર્ટ નહીં હોય તેવાઓને હીરાબજારમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

હીરા બજારમાં કામકાજ કરતા દલાલ, એસોર્ટર્સ કે વેપારીઓ પાસે કોરોના રિપોર્ટ છે કે કેમ અને નેગેટિવ હોય તો જ બજારમાં પ્રવેશવા દેવામાં આવે છે, પરંતુ રિપોર્ટ સાથે આઈડી પ્રુફ ચેક કરવામાં આવતું નથી, એમ સ્થાનિક રહેવાસી તેજસ ચોકસીએ વાતચીતમાં જણાવ્યું હતું. આજે સવારે નવ વાગ્યાથી જ એસએમસીની ટીમ હીરા બજારમાં ઉતરી આવી હતી અને આસપાસના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts