ગુજરાત

સુરતના મહીધરપુરામાંથી પોણો કરોડ રૂપિયા ઝડપાયા,ઈડીને તપાસ સોંપાઈ

વિધાનસભાની ચૂંટણીની તડામારમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઉમેદવારો પોતાનો ચૂંટણી ખર્ચ પણ ખૂબ મોટા પાયે કરી રહ્યા છે. સરકારી નિયમ મુજબના પાર્ટી દ્વારા આપવામાં આવતા રૂપિયા દરેક ઉમેદવારના ખાતામાં જમા થઈ ગયા બાદ હવે ઉપરના જે પૈસા છે તે ઝડપાવાના શરૂ થયા છે.શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી ૭૫ લાખ રૂપિયા ઝડપાયા છે. કારમાંથી રૂપિયાની સાથે સાથે કોંગ્રેસના પાર્કિંગને લગતું સાહિત્ય પણ મળી આવ્યું છે.

હાલ સમગ્ર તપાસ ઈડીને સોંપવામાં આવી છે.કોંગ્રેસે આ ઘટનાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી તંત્રનો દૂરુપયોગ થઈ રહ્યાનું કહ્યું હતું. સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં આ રીતે રાત સુધી શંકાસ્પદ ગાડીઓની તપાસ કરવામાં આવતી હોય છે. મહિધરપુરા વિસ્તારની અંદર એક ઇનોવા કારની તપાસ કરતાં અંદર મોટી રકમ હોવાનો અંદાજ આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટસ તેમાં રૂપિયા ૭૫ લાખ હોવાનું જાણવા મળ્યું છે. જે કારમાં રૂપિયા ઝડપાયા છે. તે કારમાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારમાં જે ૭૫ લાખ રૂપિયા હતા. તે રોકડ રકમ કોંગ્રેસના ઉમેદવારોને આપવા માટે મોકલાય હોવાનું સામે આવ્યું છે. કાર મહારાષ્ટ્ર પાસેની હતી. વિનાયક ટ્રાવેલ્સના નામે આ કાર ફરતી હોવાનું ચર્ચા રહ્યું છે. સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા મોડી રાતે જે ગાડીઓને તપાસવામાં આવી રહી હતી. તે પૈકીની એક કારમાંથી રૂપિયા ૭૫ લાખ જેટલી મોટી રકમ મળતા કાર્યવાહી શરૂ કરી હતી. કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. જેમાંથી એક ઈસમ ભાગવામાં સફળ થયો હતો. અન્ય બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

હાલ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધારા આંગડિયા મારફતે આ રૂપિયા શહેરમાં આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. સ્ટેટેસ્ટીક ટીમ બાદ હવે આવકવેરા વિભાગના અધિકારીઓ પણ સક્રિય થયા છે.આટલી મોટી રોકડ રકમ હોવાને કારણે હવે આવકવેરા વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રૂપિયા કોની પાસેથી લાવવામાં આવ્યા હતા અને કેવી રીતે કોને પહોંચાડવાના હતા ત્યાં અંગેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સુરત કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને બદનામ કરવા માટે થઈને પોલીસ અને તંત્રનો દૂરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. પકડાયા એ લોકોને કોંગ્રેસ સાથે કોઈ જ સંબંધ નથી. કાર પર કોંગ્રેસના કાર્યક્રમના વીઆઈપી પાસ મળ્યા છે. જે બી.એન.દેસાઈ અમારા સંગઠનના વરિષ્ઠ આગેવાનના નામે છે. તેનો પણ દૂરુપયોગ થયો છે. ઈડી અને ઈન્કમ ટેક્સની તપાસમાં સત્ય સામે આવશે. જાે કે આ ભાજપ દ્વારા બદનામ કરવા સિવાયનું કોઈ જ કામ નથી.

Follow Me:

Related Posts