સુરતના માંગરોળના કુંવરદા ગામે રુપાલાના વિરોધમાં બેઠક યોજીગાંધીનગરના માણસામાં પણ ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો
પરશોત્તમ રૂપાલાના નિવેદનને ઉભો થયેલો વિવાદ દિવસે-દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ પરશોત્તમ રુપાલાનો વિરોધ થઈ રહ્યો છે. સુરતના માંગરોળના કુંવરદા ગામે રુપાલાના વિરોધમાં બેઠક યોજવામાં આવી હતી. માંગરોળમાં પરશોત્તમ રુપાલા વિરુદ્ધ બેનર પણ લગાવાયા હતા. ભાજપના આગેવાનોને ગામમાં ન આવવા જણાવાયું હતુ. ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે રોષ વ્યક્ત કર્યો છે. ભાજપ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે તેવી માગ પણ કરી છે. બીજી તરફ ગાંધીનગરના માણસાના વરસોડા અને રંગપુર ગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં પોસ્ટર લગાવી રુપાલા સાથે ભાજપનો પણ વિરોધ કર્યો છે.
Recent Comments