સુરતના માંગરોળમાં તળાવમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામે તળાવમાં ડૂબી જતા ભાઈ-બેહનનું મૃત્યુ થયું છે. ૮ વર્ષ ની માંહેનુંર અને ૧૦ વર્ષના ઇલ્યાસનું રમતા રમતા તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. મૃતક બંને માસીયાઈ ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું છે. કિશોરી માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામની જ્યારે કિશોર બારડોલીના કડોદ ગામનો હોવાનું જાણવા મળેલ છે. આ બંને માંગરોળ તાલુકાના લીમોદરા ગામે મામાના ઘરે રહેવા માટે ગયા હતા. ઘટનાની જાણ થતા માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કરૂણ ઘટના ઘટી છે.
Recent Comments