ગુજરાત

સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ કેસમાં આરોપીના ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી

ગેંગરેપ બાદ બાઈકના માલિક સાથે વાત કરી, સુરતના માંગરોળમાં થયેલા ચકચારભર્સુયા ગેંગરેપ કેસમાં કોર્રટે આરોપી રાજુના ૬ દિવસના રિમાન્તડ મંજુર કર્યા હતા. માંગરોળના મોટા બોરસરાની સીમમાં ૮ ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. એના ત્રીજા આરોપી રામસજીવન ઉર્ફે રાજુને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઝડપી લીધો હતો. આજે રાજુને લઈ પોલીસ કોર્ટ પહોંચી હતી. પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જાે કે, કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે મૃતક આરોપી શિવશંકરના આજે દશેરાના દિવસે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન આરોપી રાજુનો વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે. પોલીસને પૂરાવા મળ્યા છે કે, જે બાઈકનો ઉપયોગ ગુના સમયે આરોપીઓએ કર્યો છે તે બાઈકના માલિક તન્વીર સાથે તેઓએ ગુના બાદ વાતચીત કરી હતી અને દુષ્કર્મ કર્યા હોવાની વાત પણ જણાવી હતી.

આ જ કારણ છે કે, તન્વીર સાથે થયેલી વાતચીતના પૂરાવા મળ્યા બાદ હવે રાજુનો વોઈસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે.ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી રાજુએ બાઈકના માલિક તન્વીર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જે માટે હવે પોલીસ વોઈસ સ્પેક્ટોગ્રાફી કરાવશે. કારણ કે, તન્વીરે રાજુ સાથે થયેલી વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. જેમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું છે અને આ પોલીસ માટે એક મહત્વનો પૂરાવો પણ છે.સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આરોપી રાજુની ધરપકડ કર્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કુલ ૯ લેખિત રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા. તે પૈકી આરોપીની ઓળખ પરેડ, કેટલાક એફએસએલના પૂરાવા મેળવવાના છે તે રિમાન્ડના મુદ્દાઓમાં સામેલ છે.

આ સાથે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવવાની છે. મેડિકલ એવિડન્સ અને મોટરસાયકલ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે. ગુનામાં મોટરસાયકલનો પણ ઉપયોગ થયો છે. સતત પોલીસ કસ્ટડીની આ બાબતે જરૂરિયાત છે. જે માટે આ રિમાન્ડના મુદ્દાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. કોર્ટે ૧૭મી ઓક્ટોબર સુધી આરોપીના રિમાન્ડ આપ્યા છે. આરોપી વિરુદ્ધ કેટલાક પૂરાવા મળ્યા છે જે માટે વોઈસ સ્પેક્ટોગ્રાફી જરૂરી છે. ગુના બાદ એક આરોપી કંઈક વાતચીત કરી હોય તે પૂરાવા મળ્યા છે. ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કુલ ૨૦થી વધુ ગુના ત્રણેય આરોપીઓએ કર્યા છે તે અંગે પણ તપાસ કરાશે. માંગરોળના મોટા બોરસર ગામે સગીરા પર ત્રણ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું, જેમાંથી એક શિવશંકરનું પોલીસ કસ્ટડીમાં શ્વાસની તકલીફ થતાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાથમિક ફોરેન્સિક રિપોર્ટ બાદ જાણકારી મળી હતી કે તેના હૃદયમાં બે બ્લોકેજ હતા. કાર્ડિયાક એરેસ્ટના કારણે મૃત્યુ થયું હોઈ હાલ આ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. ત્યારે આ વચ્ચે મધ્યપ્રદેશથી આરોપી શિવશંકરના પિતા આવ્યા હતા, તેમની સંમતિ બાદ આજે સવારે ૬ વાગ્યે કડોદરા ખાતે હેવાન શિવશંકરનો અગ્નિદાહ કરાયો હતો. ૯ ઓક્ટોબરે રાત્રે ૧૦ વાગ્યા આસપાસ ભાગી છૂટેલો રાજુ પોલીસને થાપ આપીને ભાગી છૂટેલા રાજુને પકડવા માટે અમદાવાદના ૩૦૦ પોલીસકર્મીએ દિલધડક ઓપરેશન કર્યું હતું. જંગલથી લઈ રિક્ષા અને ટ્રેન સુધીના સતત લોકેશન બદલતા રાજુને ભોં ભેગો કરવા માટે પોલીસની ટીમ અગાઉથી તૈયાર જ હતી અને ટાંપીને બેઠી હતી કે જેવો એ દેખાયો એ સાથે જ તેને દબોચી લેવાયો હતો.જંગલમાં સંતાયો, રિક્ષા અને મેમુ ટ્રેનમાં બેઠો આ અંગે સુરત એસપી હિતેશ જાેયસરે જણાવ્યું હતું કે ઘટના બાદ આરોપીઓ મોબાઈલ બંધ કરીને નાસી ગયા હતા.

બીજા દિવસે તમામ આરોપીઓ ૩ વાગ્યે ફરી ભેગા થયા હતા. પોલીસથી બચવા માટે ત્રણેયે નાસી જવાની યોજના બનાવી અને અલગ થઈ ગયા. આ વચ્ચે આરોપી રાજુ જ્યારે જમી રહ્યો હતો ત્યારે તેને ખબર પડી કે મુન્નાની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછી તે અવાવરૂ જગ્યાએ સંતાઈ ગયો અને ત્યાર બાદ રિક્ષામાં બેસી અંકલેશ્વર ગયો, ત્યાં પણ જંગલ જેવી જગ્યામાં સંતાઇ ગયો હતો. પછી ત્યાંથી રિક્ષામાં બેસી ભરૂચ ગયો હતો. ભરૂચથી મેમુ ટ્રેનમાં વડોદરા ગયો. ત્યાર બાદ અજમેર જવા ટ્રેનમાં બેસી ગયો. ‘પોલીસને મુન્ના દાદરથી અજમેર ટ્રેનમાં જઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. સુરત રૂરલ અને સિટીને બાતમી મળી તી કે રાજુ ભરૂચ અને વડોદરા વચ્ચે છે, આરોપી રાજુ વડોદરાથી આગળ નીકળી ગયો હતો. અમદાવાદ અને વડોદરા રેલવેની ટીમ સર્ચ કરી રહી હતી.

ડોદરા રેલવે અને સિટી પોલીસે ૪ કલાક સર્ચ કર્યું. રાજુ વિરુદ્ધ અત્યારસુધીમાં ૯ ગુના નોંધાયા છે, જેમાં વિશાખપટ્ટનમ અને અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ છે.’બોરસરાની સીમમાંથી ભાગી છૂટેલા રાજુ અંગે પોલીસને માહિતી મળી હતી કે આ નરાધમ સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેઠો છે અને તે રાજસ્થાન જઈ રહ્યો છે. સુરત પોલીસે તરત જ રેલવે પોલીસને જાણ કરી હતી અને તેને સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પકડી પાડ્યો છે. રામ સજીવન બાંદ્રા-અજમેર ટ્રેનમાં રાજસ્થાન જઇ રહ્યો હતો. રેલવે એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે આરોપી સુરતથી પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા વડોદરા પહોંચ્યો હતો. વડોદરાથી સવારે ટ્રેનમાં આરોપી અજમેર જવા માટે નીકળ્યો હતો. બાંદ્રા-અજમેરની ટ્રેનમાં આરોપી બેસીને અજમેર જઈ રહ્યો હતો.

અમારી અલગ અલગ ટીમ ગઈકાલ રાતથી શહેરના મણિનગર, સાબરમતી, અસારવા રેલવે પ્લેટફોર્મ પર હાજર હતી. આરોપીને પોલીસ શોધી રહી હોવાની જાણ થતાં વારંવાર લોકેશન બદલી રહ્યો હતો. ટ્રેન અમદાવાદથી મહેસાણા જવા રવાના થઈ ત્યારે ટ્રેનમાંથી જ આરોપીને ઝડપી પાડ્યો હતો.દૃપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બનાવ બાદ નાસી રહ્યો હતો. આરોપીએ કરેલા દુષ્કર્મ માટે તે માફી માગવા અજમેર શરીફની દરગાહમાં જવાનો હતો. આરોપી અગાઉ રાજસ્થાનમાં ૨૫ લાખની ચોરીમાં પણ સામેલ હતો, જે ૬ મહિના અગાઉ જ જેલમાંથી બહાર આવ્યો છે. સુરતમાં પણ આરોપી તેના અન્ય બે સાથી મળીને ભંગાર ચોરી કરતો હતો. બનાવના દિવસે પણ આરોપી ભંગાર ચોરી કરવા નીકળ્યા હતા. ત્યારે ભોગ બનનાર સગીરાને એક યુવક સાથે જાેઈ હતી. ત્યારે યુવકને ભગાડી સગીરા પર ગેંગરેપ કર્યો હતો.દુષ્કર્મ બાદ આરોપીઓ પીડિતાની ચેઇન લૂંટી નાસી ગયા હતા, પરંતુ આ વચ્ચે તેમને ખબર પડી કે ચેઇન ખોટી છે ત્યારે ઉશ્કેરાઈ તેમણે ચેઇન ત્યાં જ ફેંકી નાસી ગયા હતા.

Related Posts