સુરતના માંગરોળ ના બોરસરણ ગામની સીમમાં સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. રાત્રે સગીરા તેના એક મિત્ર સાથે ઉભી હતી, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથે મિત્ર યુવકને માર માર્યો હતો. સુરતના માંગરોળ ના બોરસરણ ગામની સીમમાં સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. રાત્રે સગીરા તેના એક મિત્ર સાથે ઉભી હતી, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા.
અજાણ્યા ઈસમોએ સગીરા સાથે મિત્ર યુવકને માર માર્યો હતો. બાદમાં, તેઓ તેને નજીકના ર્નિજન સ્થળે લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું. ત્રણ પૈકી એક પર આ ગુનાને અંજામ આપવાની શંકા છે. અન્ય બે લોકોએ ગુનો કર્યો છે કે કેમ તે તપાસનો વિષય છે. રાજ્યમાં હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. મોડી રાત સુધી મહિલાઓ અને છોકરીઓ ઘરની બહાર રમવા માટે નીકળે છે. વડોદરાના ભાલિયાની યુવતી પર થયેલા સામૂહિક બળાત્કારનો આક્રોશ શમ્યો નથી ત્યારે રાજ્યના ગૃહમંત્રીના જિલ્લામાંથી સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના બાદ સુરત જિલ્લા રેન્જ આઈજી, સુરત જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી અને કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આરોપીઓને પકડવા માટે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે. હવે પીડિતાના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
Recent Comments