fbpx
ગુજરાત

સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં હવે ૧૧મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ

કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં પ્રાયોરિટી પર ચલાવવા માટે સૂચન કર્યું ઃ ૐઝ્ર શાહેદનાં ૬૦થી વધુ નિવેદન લેવાયાં, ૩ આરોપી વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયા કેસમાં ૧૯ અલગ અલગ સેક્શન હેઠળ પોલીસે ચાર્જશીટ રજૂ કરી સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં હવે ૧૧મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ થશે. ગેંગરેપ કેસમાં ૩ આરોપી વિરુદ્ધ કોર્ટે ચાર્જફ્રેમ કર્યો છે, સાથે મહત્ત્વની વાત છે કે હાઇકોર્ટે નોટિફિકેશન મોકલીને આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં પ્રાયોરિટી પર ચલાવવા માટે સૂચન કર્યું છે. માંગરોળ ગેંગરેપ કેસમાં માત્ર ૧૫ દિવસમાં ગ્રામ્ય પોલીસ દ્વારા ૩૦૦૦ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે ચાર્જફ્રેમ કર્યા છે. સગીરા સાથે ગેંગરેપ આચરનાર ત્રણ આરોપી પૈકી એકનું મોત નીપજ્યું છે,

જ્યારે બે આરોપી વિરુદ્ધ ૧૧મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ થશે. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં બીએનએસની સેક્સન ૭૨ (૨)માં જે જાેગવાઈ છે એને પણ આવરી લેવામાં આવી છે, જેથી આરોપીઓને સખત સજા થાય. કેસમાં ૬૦થી વધુ શાહેદોનાં નિવેદન લેવાયાં છે. ૩૦૦૦ પાનાંની ચાર્જશીટમાં ૪૬૭ મુખ્ય પાનાં છે.

આ કેસમાં ૧૯ અલગ અલગ સેક્શન હેઠળ પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે માંગરોળમાં જે ગેંગરેપનો બનાવ બન્યો એ કેસમાં પોલીસે ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી હતી. પ્રોસિક્યુશન દ્વારા હાલમાં દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. નામદાર કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ તહોમતનામું પણ ઘડવામાં આવ્યું છે. આ કેસમાં કુલ ૯૬ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. સાથે તેમણે જણાવ્યું હતું કે નામદાર હાઇકોર્ટ દ્વારા નોટિફિકેશન મોકલી સૂચના આવી છે એ મુજબ આ કેસને પ્રાયોરિટીમાં ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવે એના પૂરતા પ્રયત્નો પ્રોસિક્યુશન તરીકે અમે કરવાના છીએ. આરોપી તરફથી લીગલ એડમાંથી વકીલ ફાળવવામાં આવ્યા છે તે આરોપીના કેસ લડશે.

Follow Me:

Related Posts