ગુજરાત

સુરતના માથાભારે ઈસ્મના સાગરિતોએ તલવારથી બે લોકો પર હુમલો કર્યો

સુરતના ડિંડોલી નવાગામ રહેતી અને શાકભાજીનો ધંધો કરતી સંગીતા પાટીલને ત્યાં ૧૬મી તારીખે ૩ બદમાશો બાઇક પર હાથમાં તલવાર સાથે આવ્યા હતા. મહિલાના ઘર પર પથ્થરમારો કરી તલવારથી હુમલો કરવાની કોશિશ કરતા દરવાજાે બંધ કરી દીધો હતો. જે ઘર પર હુમલો કરવાની કોશિશ કરી તે ઘર માથાભારે બંટી દયાવાનનું હતું. માથાભારેની માતા પર હુમલો કરવા લાલુ, ચંદન અને અતુલ આવ્યા હતા. જેલમાં લાલુને બંટી દયાવાનને માર માર્યો હતો. જેના કારણે લાલુએ તેના પરિવાર પર હુમલો કરવા આવ્યો હતો. આ ઘટના પછી માથાભારે બંટી દયાવાનનો ભાઈ સહિત ૭ બદમાશો નવાગામ સ્વસ્તિક સોસાયટીના ગેટ પાસે તલવાર-ચપ્પુ સાથે બાઇક પર ધસી આવ્યા હતા. બંટીદયાવાનના ઘરે હુમલો કરનાર ૩ બદમાશો મળી ન આવતા ટોળકીએ બે લોકો પર તલવાર, ચપ્પુથી હુમલો કરી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.

ઘટનામાં ઈજા પામેલા ચેતન પાટીલે ફરિયાદ આપતાં પોલીસે બંટી દયાવાનના સાગરિતો કિશન ઉર્ફે ચકલી પરમાર, જયેશ ઉર્ફે બારકુ વાઘ, મહેન્દ્ર ઉર્ફે પપ્પુ પાટીલ, અમિત દુબે, વૈભવ પાટીલ, ગણેશ ઉર્ફે રાવસ્થા પાટીલ અને મિલીંદ કોળી સામે હત્યાની કોશિશ, આર્મ્સ એકટ અને રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. હાલમાં ગણેશ પાટીલ પકડાયો છે. બાકીના બદમાશો ભાગી ગયા છે.લાજપોર જેલમાં થયેલી મારામારી હવે ગુનેગારોના ઘર સુધી પહોંચી ગઈ હતી. ડિંડોલીમાં માથાભારે તત્વોએ તલવારથી બે નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. બે જૂથો વચ્ચે લોહિયાળ જંગમાં ડિંડોલી પોલીસે બે ગુનાઓ દાખલ કર્યા હતા.

Related Posts