સુરતના મિની બજારમાં અજીબોગરીબ ઘટના બની હતી. રસ્તા પર હીરા નીચે પડેલા જાેવા મળતા તેને શોધવા લોકોની પડાપડી થઈ હતી. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો હીરા શોધવામાં જાેડાયા હતા. એક હીરા વેપારી દ્વારા રસ્તા પર હીરા ફેંકી દેવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. એવી ચર્ચા છે કે, મંદીના આક્રોશ આવી ગયેલા એક વેપારીએ રસ્તા પર હીરા ફેંક્યા હતા. આ હીરા કોણ ફેંકી ગયુ તે હજી સામે આવ્યુ નથી. પરંતું મોટી સંખ્યામાં લોકો હીરા શોધવા ઉમટ્યા હતા. તો કેટલાક લોકોને હીરા મળ્યા પણ હતા. આ વાત વાયુવેગે ફેલાઈ હતી. જેથી લોકો કામધંધો છોડીને હીરા શોધતા નજરે ચઢ્યા હતા. રોડ રસ્તા સાફ કરી હીરા શોધવા જાેડાયા. લેબગ્રોન અથવા અમેરિકન હીરા હોવાનું સ્થાનિકોનુ અનુમાન છે.
સુરતના મીની બજારના રસ્તા પર હીરા શોધવા લોકો તૂટી પડ્યા

Recent Comments