સુરતને નવા મેયર મળી ગયા છે. હેમાલી બોઘાવાલાને સુરતના નવા મેયર બનાવાયા છે. જ્યારે દિનેશ જાેધાણીને સુરતના ડેપ્યૂટી મેયર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જીસ્ઝ્ર સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. તેમજ શાસકપક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની નિયુક્તિ કરવામાં આવી છે. દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે. છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયર અને પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી.
જ્યારે રાજકોટ, સુરત અને જામનગરના મેયર અને પદાધિકારીઓનાં નામોની જાહેરાત બાકી હતી. જેમાં આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશ માટે મેયર તરીકે હેમાલી બોઘાવાલાને પસંદ કરવામાં આવ્યા છે. ૩ મહાનગરોના મેયર પદ સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ છે. જેમા અમદાવાદમાં કિરીટ પરમાર, વડોદરામાં કેયુરભાઇ રોકડીયા તેમજ ભાવનગરમાં કીર્તિબેન દાણીધારીયાની મેયર પદ વરણી થઈ હતા.
સ્થાયી સમિતિની ટીમ
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે સ્થાયી સમિતિમાં વ્રજેશ ઉનડકટ, ઉર્વશી પટેલ, ચીમન પટેલ, દક્ષેશ વાઘાણી, સુધાકર ચૌધરી, મનીષા મહાત્મા, ભૂષણ પાટીલ, રશ્મિબેન, અમીતાબેન પટેલ, ધર્મેશ ભાલાળાની પસંદગી કરવામાં આવી છે.
Recent Comments