સુરતના યુવાને નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ, મજૂરોએ જીવ બચાવ્યો
સુરતના ઇસમે માથે દેવું વધી જતાં બાઈક લઈને ભરૂચના સરદાર બ્રિજ પર પહોંચી રાત્રીના મોતની છલાંગ લગાવી હતી. જાેકે સદનસીબે આ ઈસમ તણાતો તણાતો ખાલપીયા ગામ નજીક ચાલી રહેલા બુલેટ ટ્રેન બ્રિજની કામગીરીનો એંગલ પકડી લેતાં ત્યાં કામ કરતા સ્થાનિકોએ તેને મહા મહેનતે બચાવી બહાર કાઢ્યો હતો. સ્થાનિકોએ બનાવની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી કરતા તેઓ ૧૦૮ મારફતે તેને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો. જાકો રાખે સૈયાં માર સકે ના કોઈ… આ વાત ફરી એકવાર સાચી પડી. જીહા સુરતના ૪૨ વર્ષીય અલ્પેશ કથરોટિયા નામક યુવક પાનનો ગલ્લો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ માથે દેવું વધી જતાં જીવનથી કંટાળીને આપઘાત કરવાનો ર્નિણય લીધો હતો. આ યુવક પોતાની બાઈક લઈને રાત્રીના ભરૂચના સરદાર બ્રિજ પર આવી પહોંચ્યો હતો. અલ્પેશે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.
જાેકે નર્મદા નદીમાં પાણીનું વહેણ હોઈ અલ્પેશ ડૂબવાની સાથે પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો. નર્મદા નદીમાં તણાતા ઘભરાઇ ગયેલા અલ્પેશે બચાવ બચાવોની બુમો પાડવા લાગ્યો હતો. પરંતુ રાત્રીના કોઈ ન હોવાના કારણે તે સરદાર બ્રિજથી તણાતો તણાતો છેક અંકલેશ્વર નજીક આવેલા ખાલપીયા નજીક ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરીના સ્થળે પહોંચ્યો હતો. આ સમયે તેણે હાથમાં લોખંડની એંગલ પકડી લેતા અને બુમો પાડતા બુલેટ ટ્રેનના બ્રિજ પર કામ કરતા માણસોએ એનો અવાજ સાંભળતાં દોડી આવ્યા હતાં. કામગીરી કરતા કામદારોએ તાત્કાલિક બ્રિજ પરથી હાઈડ્રા મશીનની મદદથી પ્લેટ ઉંચકી અલ્પેશને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. બનાવની સ્થાનિકો સામાજીક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરતા તેઓ તેમની ટીમ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સને ખાલપીયા ગામે બોલાવી સારવાર અર્થે યુવકને ભરૂચ સીવીલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
Recent Comments