ગુજરાત

સુરતના રિંગ રોડના રસ્તાએ તંત્રની પોલ ખોલી

સુરતમાં રિંગ રોડ ઓવરબ્રિજ નીચે ટ્રક રસ્તો બેસી જતાં ભૂવામાં ફસાઈ ગઈ હતી. જેથી તંત્રએ બેરીકેટ મૂકી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કર્યો છે. સહારા દરવાજા ખાતે બનેલા લોડેડ ટ્રક ફસાઈ જવાના કિસ્સા બાદ ટ્રકને ખાડામાંથી બહાર કાઢવા ત્નઝ્રમ્ બોલાવવાની તૈયારી કરાઈ હતી. ઓવર બ્રિજ નીચે ડ્રેનેજ લાઈનના ખાડાના કામકાજ દરમિયાન રસ્તા બેસી જતા ટ્રક ફસાઈ ગઈ હતી.જેથી તંત્ર દ્વારા કરાયેલી નબળી કામગીરીની પોલ ખુલી ગઈ હતી.કાપડ માર્કેટ અને શાકભાજી માર્કેટ વાળા ભરચક વિસ્તારમાં ફસાઈ ગયેલી ટ્રકને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

ટ્રકમાં નિયત કરતાં વધારે માત્રામાં રેતી કપચી ભરી હોવાથી પણ રસ્તો બેસી ગયો હોવાનું સ્થાનિકોએ વધુમાં જણાવતાં કહ્યું કે, આ પ્રકારે બેફામપણે ઓવરલોડેડ દોડતી ટ્રક પર પણ તંત્ર દ્વારા લાલ આંખ કરવાની જરૂર છે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રસ્તાનું પેચવર્ક બરાબર નહીં કરાતા રસ્તો બેસી ગયો હતો. આજે સવારે ૫.૩૦ કલાકે એક ટ્રક ફસાઈ ગઈ હતી. કપચી ભરી હજીરાથી કડોદરા જઈ રહેલી ટ્રક ખાડામાં જતા જ ફસાઈ જવાના કારણે અનેક વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. જાેકે ટ્રાફિકના જવાનોએ બેરીકેટ મૂકી ટ્રકને કોર્ડન કરી ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ કર્યો હતો.

Related Posts