રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા ધારાસભ્ય શ્રીમતિ સંગીતાબહેન પાટીલના યજમાન પદે આયોજીત શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યુ હતું.
આ પ્રસંગે શિવ મહાપુરાણના વકતા મહારાજ શ્રી લલિત નાગરે મુખ્ય મંત્રીશ્રીનુ હારમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.. આ અવસરે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન કરવામાં આવ્યું છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આપણા જીવનમાંથી અવગુણોને દુર કરી જીવમાંથી શિવ થવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આ માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે , રાજયના યાત્રાધામ વિકાસ દ્રારા બેટ દ્વારકા ખાતે બ્રિજનુ નિર્માણ, માધવરાયના મંદિર તથા પાવાગઢ મંદિરોનુ નવનિર્માણ કરવાનુ કાર્ય સરકાર કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું.


















Recent Comments