સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા એક ૧૯ વર્ષનાં યુવકે રેલવે ટ્રેક ઉપર સુઈ ગયો અને યુવતીને ફોટો મોકલી ધમકી આપી
સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૯ વર્ષની યુવતી ચાર મહિના અગાઉ જ ઈન્સ્ટાગ્રામ મારફતે તેના જ સમાજના યુવાનના સંપર્કમાં આવ્યા બાદ બંનેએ ગણતરીના દિવસોમાં પોતાના પરિવારને લગ્ન કરાવવાની જાણ કરી હતી.જાેકે, યુવતીના માતાપિતાને યુવાનનું અન્ય યુવતીઓ સાથે અફેર છે તેવી જાણ થતા સગાઈની ના પાડતા યુવાને રેલવે ટ્રેક ઉપર સુઈ જઈ યુવતીને ફોટો મોકલી કહ્યું હતું કે હું મરી જઈશ.ત્યાર બાદ તેણે યુવતીના ફોટા પણ વાયરલ કરતા લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની ૧૯ વર્ષીય પુત્રી નિશા ( નામ બદલ્યું છે ) ગત જૂન મહિનાની શરૂઆતમાં તેના જ સમાજના રાકેશ શ્રીનીવાસ કંડાગટલા ( રહે.પ્લોટ નં.૨૬, ચંદ્રલોક સોસાયટી, લીંબાયત, સુરત ) ના સંપર્કમાં આવી હતી.બંને ગણતરીના દિવસોમાં મિત્ર બન્યા બાદ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને તે દરમિયાન નિશાએ તેના ઈન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ પણ રાકેશને આપ્યો હતો.બંનેએ ગણતરીના દિવસોમાં પોતાના પરિવારને લગ્ન કરાવવાની જાણ કરી હતી.
જાેકે, યુવતીના માતાપિતાને યુવાનનું અન્ય યુવતીઓ સાથે અફેર છે તેવી જાણ થતા સગાઈની ના પાડતા નિશાએ રાકેશ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આથી રાકેશે તું મારી સાથે સગાઈ નહીં કરે તો હું મરી જઈશ તેવો નિશાને મેસેજ કરી રેલવે ટ્રેક ઉપર સુઈ જઈ ફોટો મોકલ્યો હતો.તું નહીં તો જીને કા ક્યા ફાયદા તેવા મેસેજ કરી તે નિશાને હેરાન કરતો હતો.તેમજ રાકેશે નિશાના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી બંનેના ફોટા વાયરલ કરતા આખરે નિશાએ ગતરોજ રાકેશ વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
Recent Comments