fbpx
ગુજરાત

સુરતના લેબગ્રોન હીરાની નિકાસ ૧૮૮.૭૦ ટકા વધી

કોરોનામાં પણ લેબગ્રોન ડાયમંડની નિકાસ વધી હતી. ૨૦૧૯માં એપ્રિલથી ઓક્ટો. અને ૨૦૨૧ની તુલનામાં વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે કટ શ્પોલિશ્ડ ડાયમંડના એક્સોપર્ટમાં ઘટાડો થયો હતો. પરંતુ લેબગ્રોન કટ પોલિશ્ડ હીરામાં કોરોનાની અસર ન હતી. એપ્રિલથી ઓક્ટો. ૨૦૧૯માં ૨૫૪.૨૪ ેંજી મિલિયન ડોલરના લેબગ્રોન કટ પોલિશ્ડ ડાયમંડ જ્યારે ૨૦૨૦માં ૨૮૮.૪૨ ેંજી મિલિયન ડોલર જ્યારે ૨૦૨૧માં ૭૪૩.૦૧ ેંજી મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે જણાવ્યું કે,જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં એકંદરે સેન્ટિમેન્ટ તદ્દન હકારાત્મક છે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ દિવાળી પહેલાના સમયગાળામાં ટોચે પહોંચી હતી. જે અમેરિકા સહિતના દેશોમાં માંગમાં વધારો થતા એક્સપોર્ટમાં વધારો થયો છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરા અને જ્વેલરીની માંગમાં સતત વધારો થઈ રહ્વો હોવાને કારણે સુરતમાં તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ડાયમંડ ઉદ્યોગ હવે પ્રિ કોવિડ સ્તર પર પહોંચી ગયો છે. એપ્રિલથી ઓક્ટોબર ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૧માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ૨૧.૯૮ ટકા અને લેબગ્રોન ડાયમંડનું ૧૮૮.૭૦ ટકા એક્સપોર્ટ વધ્યું છે. ઓક્ટોબર ૨૦૨૧માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું ૧૯૧૭૮.૫ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે એપ્રિલથી ઓક્ટોબર ૨૦૧૯માં ૮૫૯૩૨.૨૫ કરોડના જ્યારે વર્ષ ૨૦૨૧માં ૧૧૦૬૭૯.૧૮ કરોડના હીરા એક્સપોર્ટ થયા હતાં.

Follow Me:

Related Posts