સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર રાકેશ ભેખડીયા ચૂંટણી પહેલા જ દારૂના વિડીયો સાથે વિવાદમાં આવ્યા હતા. વિપક્ષના સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા ભાજપ પ્રેરિત અપક્ષ રાકેશ ભેખડીયાનો વિજય થયો હતો. ત્યારબાદ અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીની એક ઓફિસમાંથી નવ લોકોને ૬૭ હજાર રૂપિયાના જુગાર સાથે પોલીસે ઝડપી પાડયા છે. જેમાં રાકેશ ભેખડીયા ઉપરાંત નવ લોકોનો સમાવેશ થાય છે. ભાજપના સભ્ય જુગાર રમતા ઝડપાયા હતા રાજકારણીઓ પોલીસ મથકે દોડતા થયા છે. આ અંગે પોલીસે હજી સત્તાવાર જાહેરાત કરી નથી.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલ નિમાયેલા એક સભ્ય સહિત નવ વ્યક્તિને જુગાર રમતા અમરોલી પોલીસે ઝડપી પાડયા છે.
સુરતના શિક્ષણ સમિતિના સભ્ય સહિત જુગાર રમતા ૯ ઝડપાયા

Recent Comments