ગુજરાત

સુરતના સરથાણામાં આણંદના માથાભારે યુવકની ધોળા દિવસે હત્યાથી ચકચાર

સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આજે એક ગાડીમાં પસાર થઇ રહેલા અને આણંદના માથા ભારે ઈસાની છાપ ધરાવતા યુવાનની જાહેરમાં પાંચ કરતા વધુ ઇસમો ઘાતકી હથિયારો સાથે ઘસી આવીને તેની ગાડીમાં ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. જાેકે, આ ઘટનાને પાગલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાેકે ઘટના મામલે પોલીસે તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને મામલે તપાસ શરૂ કરી છે.

સુરતમાં ગુનોખોરીએ માજા મૂકી છે. સુરત રાજ્યનું ક્રાઇમ કેપિટલ બની ગયું છે. એમાં પણ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને બળાત્કાર જેવી ઘટનાઓ શહેરમાં દિનપ્રતિદિન બને છે. સુરતમાં સુરજ ઉગે અને સુરજ આથમે ત્યાં સુધીમાં હત્યાની એકાદી ઘટના રોજ પોલીસ ચોપડે નોંધાય છે. જાેકે, આર્થિક પ્રગતિએ શહેરને ગુનાખોરીમાં ધકેલી દીધું છે. દરમિયાનમાં આજે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં એક યુવાની હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જાેકે જાહેર રોડ પાર પસાર થઈ રહેલા આણંદના સિદ્ધાર્થ સંદીપ રાવલ નામના યુવાને પોતાની ગાડીમા સરથાણા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો.

ત્યારે પાંચ જેટલા ઈસમોએ આવીને આ યુવાનનની ગાડી અટકાવી જાહેરમાં ઘાતક હથિયાર સાથે માર મારી તેની ચપ્પુ જેવી તીક્ષણ હથિયાર વડે ગીંભીર ઇજાઓ પહોંચાડી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

જાેકે જાહેમાં હત્યાની ઘટના બનતા લોકોના તોળા એક્ઠા થઇ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ વાળી જગ્યા પર દોડી આવી આ મામલે તપાસ કરતા આ મરનાર યુવાન આણંદ પોલીસમાં અનેક વખત પકડાયેલ છે અને આણંદમમાં માથાભારેની છાપ ધરાવે છે. જાેકે આ યુવાન એક મહિન પહેલાં હથિયાર સાથે અમદાવાદ પોલીસના હાથે પણ ઝડપાયો છે. ત્યારે સરથાણા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યા કરવા આવેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Related Posts