રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માત ની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. ત્યારે ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના સીમાડા નાકા નજીક આવેલ ફ્લાય ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલી એસટી બસના ચાલકે પાસોદરાના ધોરણ 12ના વિદ્યાર્થીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી અને અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પાસોદરામાં ઓમ ટાઉનશિપ ખાતે રહેતા મનીષભાઈ સાવલિયા ખાનગી સ્કૂલમાં એક શિક્ષક છે. જયારે તેમનો 17 વર્ષનો પુત્ર જેનીલ લસકાણાની સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.


















Recent Comments