સુરતના સાયણ તાલુકામાંથી એસઓજી પોલીસની ટીમે રેડ કરીને ૮૯ કિલો ગંજનો જથ્થા સાથે ૨ લોકોને ઝડપી લીધા
સુરત પોલીસની એસઓજી ટીમને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં, સાયણ તાલુકામાં એવરવિલામાં આવેલી એક દુકાનમાંથી રેડ કરીને ગાંજોનો મોટો જથ્થો મળી આવ્યો છે. એસઓજીની ટીમે ૮૯ કિલોના ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના સાયણ તાલુકામાં એવરવિલામાં આવેલી એક દુકાનમાંથી ખુબજ મોટી સંખ્યામાં ગાંજો ઝડપાયો છે. દુકાનમાં કાઉન્ટર ટેબલની આડમાં સંતાડેલો ૮૯ કિલોનો ગાંજો ઝડપાતા ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ કરાઈ છે. સુરત એસઓજી ટીમને બાતમીના આધારે ઘટનાસ્થળે અજાણ્યા શખ્સોને રંગે હાથે ઝડપવા વોચ રાખી હતી. અંતે એસઓજી સફળ રહી હતી. રૂપિયા ૮.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ર્જીંય્એ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
Recent Comments