સુરતના હજીરામાં એટીએમમાંથી પૈસા વિડ્રોલ ન થતાં તોડફોડ કરાઈ

સુરતના હજીરા રોડ ભાઠા ગામની એસબીઆઈ બેંકની બહાર એટીએમ સેન્ટરમાં એક યુવાન રોકડ ઉપાડવા માટે આવ્યો હતો. જાેકે, એટીએમમાં રૂપિયા ન હોવાથી યુવાન વારંવાર પ્રયાસ કરવા છતાં રૂપિયા વિડ્રોલ કરી શક્યો ન હતો. જેથી અકળાયેલા યુવાને એટીએમ મશીનમાં તોડફોડ કરી ૬૫ હજારનું નુકસાન કર્યું હતું. એટીએમ મશીનમાં તોડફોડ અંગે ગાર્ડે બેંકમાં જાણ કરી હતી. જેથી શાખા મેનેજરે પોલીસને જાણ કરી હતી. પોલીસે એટીએમના સીસીટીવી અને રૂપિયા ઉપાડવા આવેલા યુવાનની માહિતી આધારે યુવાન ખેડૂત કિશોર પટેલની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં કિશોર એટીએમમાં ૯ હજાર રૂપિયા ઉપાડવા આવ્યો હતો. જાેકે, એટીએમમાં રોકડ ન હોવાથી રૂપિયા વિડ્રોલ ન થતા ગુસ્સામાં તોડફોડ કરી હતી.સુરતના હજીરા રોડ ભાઠા ગામમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા વિડ્રોલ ન થતા યુવાન ખેડૂતે એટીએમ મશીનમાં તોડફોડ કરી હતી. ઘટના અંગે બેંક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા ઈચ્છાપોર પોલીસે ખેડૂતની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments