વાતાવરણમાં હાલ થોડા દિવસોથી પલટો આવ્યો છે. ત્યારે હાલ ભારે પવનના મોજા દરિયામાં ઉઠી રહ્યાં છે. બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી પવન અને પાણીના વેગના કારણે હજીરાની જેટી ખાતે બાંધવામાં આવેલા કોલસા ભરેલા મહાકાય બાર્જની દોરીઓ તૂટી જતાં તણાઈને ઓએનજીસી બ્રિજ પાસે આવી ગયાં હતાં. જેથી લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. બીજી તરફ બાર્જને સલામત રીતે જેટી સુધી લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. ખાનગી કંપનીના બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે.
પરંતુ, ઘણી વખતે વધુ પડતા પવન અને પાણીના વેગના કારણે આ પ્રકારના બાર્જ શીપ તણાઈ આવતા હોય છે. આખરે તે ઓએનજીસી બ્રિજના પીલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે. અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે. કોલસા ભરેલા અંદાજે ચારથી પાંચ જેટલા બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા. સુરતના હજીરા ખાતે અન્ય દેશોમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થતી હોય છે. આજે જે બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા. તે ઈન્ડોનેશિયાથી મગદલ્લા બંદર ખાતે કોલસા ખાલી થતો હતો.
એક સાથે બાર્જ ઓએનજીસી બ્રિજની નીચે તણાઈ આવ્યા હતા. કોલસા ભરેલા બાર્જ એક સાથે તણાઈને આવતા ઓએનજીસી બ્રિજની નીચે એકત્રિત થઈ ગયા હતા. જાેકે આ બાર્જ પીલરો સાથે ટકરાયા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ભૂતકાળમાં ઘણી એવી દુર્ઘટનાઓ થઈ છે કે જે ઓએનજીસી બ્રિજ ઉપર આવીને વિશાળકાય શિપ ટકરાઈ હોય અને તેના કારણે બ્રિજને નુકસાન થયું હોય. દરિયામાં તણાઈને આવેલા પાંચ બાર્જ તણાઈ આવ્યાં હતાં. એક બાર્જમાં અંદાજે ૧ હજાર ટન જેટલો કોલસો હતો. પાંચ બાર્જમાંથી ૩ બાર્જ ઓએનજીસી બ્રિજ નજીક આવી ગયાં હતાં.
જ્યારે અન્ય બે બાર્જ થોડે દૂર રહ્યાં હતાં. બાદમાં કાંઠે આ બ્રિજ આવી ગયાં હતાં. બાર્જને લઈને મુશ્કેલી સર્જાઈ હતી. સ્થાનિકોના મતે આ બાર્જ જાે બ્રિજ સાથે ટકરાયા હોય તો મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. ઈન્ડોનેશિયાથી શીપમાં જે કોલસો આવ્યો હતો. તેને જેટી સુધી લઈ જવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે જે મોટી શેપ હોય છે. તેમાંથી માલ સામાનને જેટી સુધી પહોંચાડવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણી વખતે આ કામગીરી બંધ હોય છે. ત્યારે જેટી પર તેમને બાંધીને રાખવામાં આવતા હોય છે. આજે તેને જેટી ઉપર કોલસો ઉતારવા સુધી બાંધીને રાખવામાં આવ્યા હતાં. પરંતુ, કોઈ કારણસર બાર્જ ઓએનજીસી બ્રિજના પીલર સુધી આવી ગયા હતા. જાેકે હવે આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે.
Recent Comments